વિભૂ પટેલ, દીપિકા ખુમાણ, અમદાવાદ ; આજે ભગવાન જગન્નાથજીની 142મી પરંપરાગત રથયાત્રાનો પાવન પર્વ છે. આજે જેઠ સુદ પૂનમથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજી સરસપુર ખાતેના તેમના મોસાળમાં પંદર દિવસ રહેવા જશે. જગન્નાથજી મંદિરે જળયાત્રામાં 15 ગજરાજ,108 ધજા, 600 ધજા પતાકા, અખાડા, નૃત્યમંડળી તથા રાસમંડળી સાથે મંદિરેથી નીકળીને સાબરમતી નદીમાં સોમનાથ ભુદરના આરે જળ ભરવા માટે ગયા હતાં. સોમનાથ ભુદરના આરેથી 108 ધડામાં જળ ભરવામાં આવ્યાં હતાં. જ્યાં નાયબ મુખ્યમમંત્રી નિતીન પટેલે સાબરમતીના કિનારે સોમનાથ ભુદરના આરે ગંગાપૂજન કર્યું હતું. ત્યારબાદ 108 કળશ જળ ભર્યા બાદ ભગવાન જગન્નાથની ષોડસોપચાર પૂજન વિધી કરી મહાજલાઅભિષેક પણ કરવામાં આવ્યો છે. (તસવીર: દીપિકા ખુમાણ)

 આ ગંગાપૂજન પર્વમાં જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજીએ આ ખાસ પૂજા કરાવી હતી. જ્યાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝનાં પ્રમુખ દુર્ગેશ બૂચ હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદ પશ્ચિમનાં સાંસદ કિરીટ સોલંકી, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, અમદાવાદના મેયર બિજલ પટેલ, અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા, એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ સહિતના મહાનુભાવ હાજર રહ્યાં હતાં.આ ગંગાપૂજન પર્વમાં જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજીએ આ ખાસ પૂજા કરાવી હતી. જ્યાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝનાં પ્રમુખ દુર્ગેશ બૂચ હાજર રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદ પશ્ચિમનાં સાંસદ કિરીટ સોલંકી, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, અમદાવાદના મેયર બિજલ પટેલ, અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા, એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ સહિતના મહાનુભાવ હાજર રહ્યાં હતાં.

 સાબરમતી નદીનાં કિનારે સોમનાથ ભુદરનાં આરેથી 108 ધડામાં જળ ભરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું છે. (તસવીર: દીપિકા ખુમાણ)સાબરમતી નદીનાં કિનારે સોમનાથ ભુદરનાં આરેથી 108 ધડામાં જળ ભરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું છે. (તસવીર: દીપિકા ખુમાણ)

 સવારે ગંગાપૂજન વિધિ પૂર્ણ કર્યા બાદ આ જળથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલરામજીનો મહાજળાભિષેક કરવામાં આવ્યું હતું. ભગવાનની ભવ્ય ષોડસોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક બાદ ગજવેશ ધારણ કરાવવામાં આવશે. (તસવીર: દીપિકા ખુમાણ)સવારે ગંગાપૂજન વિધિ પૂર્ણ કર્યા બાદ આ જળથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલરામજીનો મહાજળાભિષેક કરવામાં આવ્યું હતું. ભગવાનની ભવ્ય ષોડસોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક બાદ ગજવેશ ધારણ કરાવવામાં આવશે. (તસવીર: દીપિકા ખુમાણ)

 આખા વર્ષમાં આ એક જ દિવસે ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવતો હોય છે. જે બહુ શુભ અને ભવ્ય હોય છે. ભગવાનના ગજવેશ દર્શન બાદ ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન થઈ શકશે. એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવશે. માન્યતા અનુસાર ભગવાન જગન્નાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી. (તસવીર: દીપિકા ખુમાણ)આખા વર્ષમાં આ એક જ દિવસે ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવતો હોય છે. જે બહુ શુભ અને ભવ્ય હોય છે. ભગવાનના ગજવેશ દર્શન બાદ ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન થઈ શકશે. એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવશે. માન્યતા અનુસાર ભગવાન જગન્નાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી. (તસવીર: દીપિકા ખુમાણ)

Contribute Your Support by Sharing this News: