વાવઃ સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદમાં અનેક સ્થળે વીજળી પડવાના બનાવો બન્યા હતા. બનાસકાંઠાના વાવના કુડાળિયા ખાતે વિજળી પડતાં 120થી વધુ ઘેટાંના મોત નીપજ્યાં છે, જ્યારે બે યુવકોનો ચમત્કારિક બચાવ થયો છે. વિજળી પડ્યાની જાણ થતાં જ માજી સરપંચ કરશન રાજપૂત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બનાવની જાણ ગ્રામજનોને થતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.