ગરવીતાકાત,સુરતઃ વલસાડ જિલ્લામાં ચાલૂ વર્ષે 100 ટકાને આંબી ગયેલા વરસાદના કારણે ખેડૂતો હાલ તો ચિંતા મુક્ત છે. નદી, નાળા, ચેકડેમો સિંચાઇની સુવિધાઓ માટેની સમસ્યા દૂર થઇ જાય તેવો માફકસર વરસાદ પડ્યો છે.જૂલાઇના મધ્યેથી વરસાદ થંભી ગયા બાદ માસના અંત અને સપ્ટેમ્બરના પ્રારંભે ફરી મેઘરાજાનો રાઉન્ડ શરૂ થયો છે. અને મેધરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ વાપીમાં 11.4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મેઘરાદા મન મૂ્કીને વરસાદ થતાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
વરસાદથી ડાંગર પાકને જીવતદાન મળ્યું: વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી પડતા ડાંગર પાક ને મોટી રાહત મળી છે.બીજી તરફ અડદ અને નાગલી તુવેર અને શાકભાજી તેમજ વેલાવાળા પાક ને મોટી રાહત મળી હતી.ગરમી અને બફરાવાળુ મોસમમાં ઠંડક પ્રસરી જવા પામી છે ક્યારીમાં પાણી પાણી થઈ જતા ડાંગર પાક માટે ઉત્તમ વરસાદ ગણાવી શકાય છે અને ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે જ્યારે અમુક ખેતર તો તૈયાર થઈ ગયા છે તે ડાંગર પાક ને નુકશાન પહોંચાડે તો નવાઈ નહીં. જોકે આ ધોધમાર વરસાદથી ખેડૂતોના ચહેરા ઉપર મહેંક જોવા મળી હતી. આમ ખેતી લાયક વરસાદ પડતા ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે.
શહેરીજનોને હાલત બગાડી નાંખી: પારડી તાલુકામાં પણ 9.5 ઇંચ વરસાદે શહેરીજનોને હાલત બગાડી નાંખી હતી. સવારે નોકરી ધંધે અને શાળા કોલેજ જનારા વિદ્યાર્થીઓ,ગામડેથી નોકરી જતા વર્ગના લોકોને દોડાદોડી કરવી પડી રહી છે. સપ્ટેમ્બરના વરસાદમાં ભારે ઠંડક અનુભવાઇ રહી છે. હાલમાં વાયરલ તાવના કેસો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. તેમાં કફ,શરદી,શારીરિક નબળાઇ જેવા વાયરલ ફિવર વચ્ચે ઠંડો વરસાદ થતાં વાતાવરણ ઠંડુંગાર થઇ જવાના પગલે લોકોએ આરોગ્ય પ્રત્યે સતર્ક રહી તાવના કેસમાં નજીકના પ્રા.સામુહિક આરોગ્ય કેન્દ્રો,તબીબોનો સંપર્ક કરી સારવાર લેવી હિતાવહ સમજવું અત્યંત જરૂરી લેખાઇ રહ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસદા વાપીમાં 11.4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વલસાડ જિલ્લાના પારડીમાં 9.5 ઈંચ, ઉમરગામમાં 6.12, વલસાડમાં 5.6, ધરમપુરમાં 4.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઓલપાડ અને ગણદેવીમાં પણ 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
બાળકોને સ્કૂલે જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો: ગતરોજથી વલસાડ જિલ્લામાં ધરમપુર, કપરાડા, ઉમરગામ, પારડી, વલસાડ, વાપી તાલુકાઓમાં આકાશમાં વાદળો છવાઇ જતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ તાલુકામાં ઓમાં રાત્રિ દરમિયાન ખાસ કરીને વધુ પ્રમાણમં વરસાદ નોંધાયો હતો. વિશેષત: વાપી તાલુકામાં રાત્રે 11.4 ઈંચ વરસાદ ઝિંકાતા ઠેર ઠેર પાણીના જળબંબાકાર જોવા મળ્યા હતા. શહેર વિસ્તારના માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.પરિણામે સવારે બાળકોને સ્કૂલે જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો રહ્યો છે.વાપીના ગુંજન, છરવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. અને જાહેર માર્ગ પર ઘૂંટણ સમા પાણી વહી રહ્યા છે.
Contribute Your Support by Sharing this News: