પોલીસે ઠગ ટોળકીના 10 આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે, 23 લાખની છેતરપિંડીનો ગુનો ઉકેલાયોલોકોને ભોળવીને લાખો રૂપિયા તફડાવતા

સુરતઃસસ્તા ભાવમાં સોનું વેંચવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. સોનાની ચિટિંગ કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી હતી.લોકોને સસ્તું સોનુ આપવાની લાલચ આપી આ ટોળકી લાખો રૂપિયા લઈ ભાગી જતા ફરિયાદ નોંધાય હતી. ડીસીબી એ પકડી પાડેલી આ ટોળકીની તપાસમાં રાંદેરમાં થયેલ 23 લાખની છેતરપિંડીનો ભેદ પણ ઉકેલવામાં સફળતા મળી છે. ડીસીબી પોલીસે ગેંગના 10 લોકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. જેમાં વધુ ગુના ઉકેલાય તેવી શકયતાઓ દેખાય રહી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.