૨૫ જાન્યુઆરીના રોજ નવમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

શેર કરવા અહીં ક્લિક કરો.

 

૨૫ જાન્યુઆરીના રોજ નવમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાશે

જિલ્લા કક્ષાએ-તાલુકા કક્ષા સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રીય મતદાતાની ઉજવણી કરાશે

– જિલ્લા કલેકટર એચ.કે.પટેલ

મહેસાણા

યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત તેમજ પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters’ Day) તરીકે મનાવવામાં આવે છે. જેની ઉજવણીના ભાગ રૂપે જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલે જણાવ્યું હતું કે આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. તારીખ ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે.આજના દિવસે મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો, શેરી નાટકો, રેલીઓ કરી લોકો સુધી મતદાન વિષયક માહિતી પહોંચડી મતદાન કરવા પ્રેરવામાં આવે છે. જેમાં આ સ્થાપના દિને મતદારો જાગૃત બને તે માટે વિવિધ નાવીન્ય અપનાવવા જણાવ્યું હતું

જિલ્લામાં આ દિવસે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કમળાબા હોલ ખાતે તેમજ તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.જેમાં મતદાર જાગૃતિ અંગેની ફિલ્મ બનાવાશે આ ઉપરાંત શાળાઓમાં ૧૫ થી ૨૧ જાન્યુઆરી દરમિયાન ક્વીઝ સ્પર્ધા યોજાનાર છે.જિલ્લામાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ધાર્મિક સંસ્થાઓ સહિત વિવિધ સરકારી બિલો પર પ્રચાર પ્રસાર કરવાનું આયોજન કરાયું છે.

બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પથિક પટેલ,જિલ્લા પુરવઠા અધિકારી એન.આર.શર્મા પ્રાન્ત અધિકારી સર્વશ્રી પી.બી.રાઠોડ,દિપ્તી પ્રજાપતિ,કેતકીબહેન વ્યાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત સર્વ મામલતદારશ્રીઓ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

શેર કરવા અહીં ક્લિક કરો.