મહેસાણા

સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિધાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી છે. પ્રતિ વર્ષ ૨૧ જુનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરાયું છે.મહેસાણામાં જિલ્લા કક્ષાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી ૨૧ જુન ૨૦૧૮ના રોજ સવારે ૦૬-૦૦ કલાકથી ૦૮-૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. જિલ્લામાં પોલીસ પરેડ  ગ્રાઉન્ડ (મુખ્ય સ્થળ) મહેસાણા,મ્યુનિસિપલ ગ્રાઉન્ડ મહેસાણા,ઓ.એન.જી.સી ગ્રાઉન્ડ મહેસાણા,દેદીયાસણ જી.આઇ.ડી.સી મહેસાણા,નાલંદા વિધાલય મહેસાણા ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં બાળકો,યુવાનો,ભાઇઓ-બહેનો અને વડીલોને યોગ કાર્યક્રમમાં જોડવા માટેનો અનુંરોધ જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલ  દ્વારા કરાયો છે

Contribute Your Support by Sharing this News: