>ફ્રીસ્ટાઇલ સૌથી સરળ હોય છે. પરંતુ બટરફ્લાય સ્વિમિંગ કરવાથી સૌથી વધુ કેલરી બર્ન થાય છે
સ્વિમિંગ કરવાથી સમય કરતાં વહેલાં મૃત્યુનું જોખમ 28% સુધી ઓછું થઈ જાય છે, હૃદય સંબંધિત રોગોનું જોખમ 41% ઘટવાની શક્યતા
હેલ્થ ડેસ્કઃ સ્વિમિંગ એ વિશ્વની શ્રેષ્ઠ કસરત છે. વિવિધ પ્રકારનું સ્વિમિંગ શરીરના જુદા જુદા સ્નાયુઓ માટે ફાયદાકારક હોય છે. બીબીસીના અહેવાલ અનુસાર, જો એક દિવસમાં 30 મિનિટ સ્વિમિંગ કરવામાં આવે તો 404 કિલો કેલરી બર્ન થાય છે. આ 30 મિનિટ વોક કરવાથી અઢી ગણી વધારે કેલરી બાળે છે.

સ્વિમિંગનો દરેક સ્ટ્રોક અલગ હોય છે. તે શરીરના દરેક સ્નાયુઓ પર વિવિધ અસર પાડે છે. જોકે, દરેક સ્ટ્રોકના વિવિધ ફાયદા અને ગેરફાયદા પણ છે. જેમ કે, ફ્રીસ્ટાઇલ સ્વિમિંગની શીખવામાં તો સરળ છે. પરંતુ તેની બ્રીધિંગ ટેક્નિક અઘરી છે.
ઓલિમ્પિક્સમાં ચાર પ્રકારનું સ્વિમિંગ થાય છે – બટરફ્લાય, બ્રેસ્ટસ્ટ્રોક, ફ્રીસ્ટાઇલ અને બેકસ્ટ્રોક. કેલરી બર્ન કરવા માટે બટરફ્લાય શ્રેષ્ઠ સ્વિમિંગ છે. જ્યારે પોશ્ચર યોગ્ય કરવા માટે બેકસ્ટ્રોક બેસ્ટ છે. તો ચાલો સ્વિમિંગના અલગ અલગ સ્ટ્રોક અને તેનાથી થતી અસર વિશે સમજીએ.

ફ્રીસ્ટાઇલ સ્વિમિંગ
શીખવામાં સરળ
અઘરી બ્રીધિંગ ટેક્નિક
છાતી, પીઠ અને અપરબોડીના મસલ્સ મજબૂત થાય છે

બ્રેસ્ટસ્ટ્રોક સ્વિમિંગ
ધીમી ઝડપનું સ્વિમિંગ
ધીમો સ્ટ્રોક
છાતી અને પગના ઉપરના ભાગના મસલ્સ મજબૂત થાય છે

બેકસ્ટ્રોક સ્વિમિંગ
પોશ્ચરમાં ઈમ્પ્રૂવમેન્ટ
બહુ તાકાત લગાવવી પડે છે
પીઠ, પગ અને હેમસ્ટ્રિંગ (ઘૂંટણની પાછળનો ભાગ) મસલ્સ મજબૂત બને છે

બટરફ્લાય સ્વિમિંગ
કેલરી બર્ન કરવા માટે શ્રેષ્ઠ
થકવી દેનાર સ્વિમિંગ સ્ટાઇલ
છાતી, ખભા અને પીઠનાં મસલ્સ મજબૂત થાય છે

સ્વિમિંગથી તણાવ ઓછો થાય છે, કોલેસ્ટેરોલ અને બલ્ડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે
સ્વિમિંગથી તણાવ દૂર થાય છે. સ્વિમિંગથી કોલેસ્ટેરોલ અને બલ્ડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. આ હાડકાં અને ફેફસાં મજબૂત બનાવે છે. ફેફસાં મજબૂત થવાથી અસ્થમા થવાની શક્યતા ઘટી જાય છે. તેમજ ડાયાબિટીસનું જોખમ પણ ઘટે છે. સ્વિમિંગ કરવાથી કાર્ડિયો અને સ્ટ્રેન્થ બંને એક્સર્સાઇઝ થઈ જાય છે.

Contribute Your Support by Sharing this News: