*સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા થયેલ રેડ બાદ ડી.જી.પી દ્વારા અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી અને સુરત શહેરના સચીન પોલીસ સ્ટેશનના પી.આઇ.ને  કરાયા સસ્પેન્ડ* 

શેર કરવા અહીં ક્લિક કરો.
દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઇપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહિ તેવો સંદેશ ગુનેગારોની સાથે સાથે સમગ્ર પોલીસ વિભાગને પણ આપવા માટે રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા દ્વારા કડક પગલાં લેવાતાં,  અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી અને સુરત શહેરના સચીન પોલીસ સ્ટેશનના પી.આઇ.ને  આજરોજ તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. હાલમાં ડી.જી.પી. હસ્તકની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ પોલીસ સ્ટેશનોના વિસ્તારમાં દારૂ અને જુગારની રેઈડ કરવમાં આવેલી અને તે સંદર્ભે ગુનાઓ પણ દાખલ કરવામાં આવેલ હતા.
ગત તા. ૧૬/૧૨/૨૦૧૮ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદ શહેરના ગાયકવાડી હવેલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રાયખડ વિસ્તારમાં ચાલી રહેલ એક જુગારધામ ઉપર રેઇડ કરવામાં આવેલી અને તેમાં કુલ ૭ લાખથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો અને ૪૫ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આ સંદર્ભે, પોતાના વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ નિવડેલ હોવાથી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી વી.જી.રાઠોડને આજ રોજ ડી.જી.પી દ્વારા તાત્કાલીક અસરથી ફરજ મોકુફ કરવામાં આવેલ છે.
તેવી જ રીતે તા. ૧૫/૧૨/૨૦૧૮ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરત શહેરના સચીન પોલીસ સ્ટેશનની હદમાં એક પ્રોહીબીશનની રેઇડ કરવામાં આવેલી અને તેમાં કુલ ૧૬.૫ લાખથી પણ વધુનો દારૂનો મુદ્દામાલ કબ્જે કરવામાં સચીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.જે.ગોહીલને આજ રોજ ડી.જી.પી દ્વારા તાત્કાલીક અસરથી ફરજ મોકુફ કરવામાં આવેલ છે.
શેર કરવા અહીં ક્લિક કરો.