આરોપી સુરત શહેર ના 20 જેટના મોબાઈલ સ્નેચર ના સંપર્ક રહીને માત્ર 10 થી 20 ટકા કિંમતે મોબાઈલ ફોન ખરીદી કરી વેચતો હતો :પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને એકને વોન્ટેડ જાહેર કરીયો છે. સુરત શહેરમાં ચોરાયેલ ફોનને બહાર ગામ વેચવાનું રેકેલ ચાલે છે. સુરતનો એક વેપારી ચોરીના મોબાઈલ ફોન ખરીદી વોટ્સપ પર સોદાબાજી કરી ટ્રાવેલર્સમાં બોટાદ ખાતે મોકલી આપે છે. આ રેકેટનો છેલ્લા બે વર્ષમાં 1200 ફોન મોકલવામાં આવ્યાની વિગત મળતા એક આરોપીને પકડી પડી આ કૌભાંડનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.(કિર્તેશ પટેલ, સુરત) સુરત શહેરી વિસ્તારમાં લાંબા સમયથી મોબાઈલ ચોરીની ઘટના વધતી જાય છે અને ચોરીના મોબાઈલ વેચવાનું એક રેકેલ ચાલે છે. આ બાતમીનાના આધારે પોલીસે આ દિશામાં તપાસ શરુ કરી હતી.ત્યારે હકીકત મળી હતી કે ભાગાતળાવ વિસ્તારમાં એક યુવક તનીમ અહેમદ અબ્દુલ કરીમ કાપડિયા નામનો યુવક શહેરના અલગ અલગ વિસ્તારમાં મોબાઈલ ફોન ચોરી કરતા યુવકો પાસેથી છેલ્લા બે વર્ષથી ચોરીના મોબાઈલ ફોન ખરીદી કરે છે.
જ્યારે 40 અથવા 50 મોબાઈલ ફોન ભેગા થાય એટલે મોબાઈલના મોડલ સાથે તેના ભાવનું એક લિસ્ટ બનાવી બોટાદ ખાતે રહેતા મમ્મુને વોટ્સઅપ પર મોકલી આપતો હતો. ભાવ યોગ્ય લગતા સોદો નક્કી થાય એટલે મમ્મુ મોબાઈલ ફોનનું પેમેન્ટ આંગડિયા મારફતે મોકલી આપતો હતો.જેને સામે સુરતથી તનીમ ટ્રવેલ્સ મારફતે પરસાળ મોકલી તેને વિગત આપતો હતો. જોકે પોલીસની પકડમાં આવ્યા બાદ આરોપીએ છેલ્લા બે વર્ષમાં 1200થી વધુ મોબાઈલ આ રીતે બોટાદ મોકલ્યાની કબૂલાત કરી છે.પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા આરોપી ચોરીના મોબાઈલ ફોન માત્ર 10 ટકા કે 20 ટકાના ભાવે ખરીદી કરતો હતો. 10 કે 20 હજારની કિંમતનો ફોન માત્ર 4 હજારમાં ખરીદી કરી પોતાનો નફો ચડાવી 6 હજારમાં બોટાદ ખાતે મોકલી આપવામાં આવતો હતો.20થી 60 હજારની કિંમતના ફોન તનીમ માત્ર 5 હજારમાં ખરીદીને 8 હજારમાં વેચતો હતો. જોકે આરોપીની વાતની તપાસમાં તેના શહેરના 20 જેટલા મોબાઇલ સ્નેચરના સંપર્કમાં હોવાની વિગત બહાર આવી છે. પોલીસે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી બોટાદના મમ્મુને પોલીસે વોન્ટેડ હજારે કરી આ મામલામાં વધુ તપાસ શરુ કરી છે.