સુજલામ સુફલામ અભિયાન- જિલ્લા પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

શેર કરવા અહીં ક્લિક કરો.

જળસંચય અભિયાન જિલ્લાના વિકાસના નૂતન દ્વારા ખોલશે

જળસંચય કામગીરીમાં સહયોગી સામાજિક સંસ્થાઓ,ઔધોગિક એકમો,

સહકારી સંસ્થાઓ,ધાર્મિક સંસ્થાઓને આપ્યા અભિનંદન

 

જિલ્લાના પ્રભારી સચિવ ધનંજ્ય દ્વિવેદીએ મહેસાણા જિલ્લામાં  સુજલામ સુફલામ જળ અભિયાન થઇ રહેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. પ્રભારી સચિવશ્રીએ મહેસાણા જળ સંચય અભિયાનમાં સામજિક સંસ્થાઓ,ધાર્મિક સંસ્થાઓ,સહકારી સંસ્થાઓ અને ઉદ્યોગ ગૃહોના યોગદાનને બિરદાવ્યું હતું.

જિલ્લા પ્રભારી સચિવશ્રીએ રાજ્ય સરકારે  જળસંચય જનશક્તિના સહયોગથી થાય તે માટે  સુજલામ સુફલામ જળસંચય અભિયાન હાથ ધર્યુ છે. જેનાથી મહેસાણાને હરિયાળુ બનાવવા સાથે જળ ભંડારણમાં વધારો કરશે અને ભૂગર્ભ જળસ્તર ઉંચુ આવશે. જળસંચય અભિયાનથી મહેસાણા જિલ્લાના વિકાસના નવા દ્વાર ખુલશે.જિલ્લામાં ગુણવત્તાયુક્ત અને લોકભાગીદારી કામ થાય તે માટે ખાસ સુચન કર્યું હતું.,આ ઉપરાંત તળાવો જરૂરીયાત મુજબ ૧૦ થી ૨૦ હજાર ઘનમીટર કામ કરવા ખાસ અપીલ કરી હતી

જિલ્લા કલેકટરે એચ.કે.પટેલે જણાવ્યું હતું કે ચોમાસા પૂર્વે સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધર્યુ છે. આ અભિયાન હેઠળ તળાવો નવસાધ્ય કરવા, ચેકડેપો ડીસીલ્ટીંગ કરવા, નહેર-કાંસ સફાઇ, જળસ્ત્રોતોને અવરોધરૂપ ઝાડી ઝાંખરી દૂર કરવાની કામગીરી સ્વૈચ્છીક સેવાવ્યાપી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો અને શૈક્ષણિક સંસ્થાઓ અને નાગરિકોના સહયોગથી હાથ ધરવામાં આવી છે જેનાથી જિલ્લાની જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરશે.

મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે મનરેગા હેઠળ જિલ્લામાં ૧૦૫ તળાવો ઉંડા કરવા,૧૫ ચેકડેમ ડીસીલ્ટીંગ,૧૪ કાંસની સફાઇ સહિત ધામણી નદી પુનજીવીત કરવાની ૩૧ કામગીરી કરવામાં આવનાર છે.

 

 

 

 

 

મહેસાણા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ હાથ ધરાયેલ કામગીરીની વિગતો આપતાં નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં જળસંચય અભિયાનના ૩૪૩ કામોમાંથી ૨૧૫ કામો શરૂ થઇ  ગયેલ છે.જેમાંથી લોકભાગીદારીના ૧૧૨, મનરેગાના ૧૬૫,વનવિભાગના ૨૩,નગરપાલિકાના ૪૩ કામો થવાના છે.પાણી પુરવઠા વિભાગ દ્વારા ૯૦૫ પીવાના પાણીની લાઇનોના એરવાલ્વ નિરીક્ષણ અને મરામત,૧૬૫ કિલોમીટરની નહોરની મરામત અને જાળવણી, અને ૬૫૩ કિમીની પીવાના પાણીની પાઇપ લાઇન રીપેરીંગ સર્વેક્ષણના કામો થવાના છે.

બેઠકમાં વિધાનસભા દંડક ભરતસિંહ ડાભી,ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ,એ.પી.એમ.સી ચેરમેન ખોડાભાઇ પટેલ,ગૌરાંગભાઇ પટેલ,નવદીપ લોકકલ્યાણ ટ્રસ્ટ,કરૂણા ટ્રસ્ટ,એલ.એન.ટી મહેસાણા,બનાસ જાગૃતિ મંડળ,જલારામ ટ્રસ્ટ,ઓ.એન.જી.સી.વન ફાઉન્ડેશન સહિત વિવિધ સંસ્થાઓ,અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દિવ્યાંગ માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો

સંસદીય મતવિસ્તાર મહેસાણા જિલ્લામાં ૨૭૯૧ લાભાર્થીઓ નોંધાયા

મહેસાણા

ભારત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દિલ્હી તથા સહાયક ઉત્પાદન કેન્દ્ર એલીમ્કો જબલપુર દ્વારા મહેસાણા જિલ્લામાં ૦૭ મે ૨૦૧૮ થી ૧૩ મે ૨૦૧૮ સુધી દિવ્યાંગ સાધન સહાય માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદશ્રી જયશ્રીબહેન પટેલ ના અધ્યક્ષ સ્થાને કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું..

.સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય ભારત સરકાર તથા ગુજરાત રાજ્ય અને કુત્રિમ અંગ નિર્માણ કાનપુર તેમજ જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું છે.જેમાં ટ્રાઇસિકલ,વ્હીલચેર,કાખઘોડી,કાનનું મશીન,બ્લાઇન્ડ ફોલ્ડીંગ સ્ટીક,એમ.એસ.આઇ.ડી કીટ,કુત્રિમ અંગો,કેલીપર્સ જેવા સાધનોનું વિતરણ કરવામાં આવનાર છે.

મહેસાણા જિલ્લામાં મહેસાણા તાલુકામાં ૫૯૩,વિસનગર તાલુકામાં ૩૫૨,વડનગર તાલુકામાં ૩૪૪,કડી તાલુકામાં ૪૬૫,બેચરાજી તાલુકામાં ૨૬૭,ઉંઝા તાલુકામાં ૩૮૮,માણસા તાલુકામાં ૩૮૨ મળી કુલ સંસદીય વિસ્તારમાં ૨૭૯૧ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય મળનાર છે.

આ કેમ્પમાં સાસંદશ્રીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા કલેકટર એચ.કે.પટેલના માર્ગદર્શનથી જિલ્લા આરોગ્ય અધિકારી,સિવિલ સર્જન,સમાજ સુરક્ષા અધિકારી,બાળ અધિકારી અને ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સફળતાપુર્ણ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું

શેર કરવા અહીં ક્લિક કરો.