સુજલામ્ સુફલામ્ જળઅભિયાન સમાપન યાત્રાધામ મરતોલી ગામે સમાપન કાર્યક્રમ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

 

  • જનભાગીદારીથી જળસંચયમાં જિલ્લાએ આગેવાની લીધી
  • જળ બચાવવાની જવાબદારી સમગ્ર સમાજની છે

  ગુજરાત સરકારે જળક્ષેત્રે  વિશિષ્ટ કામગીરી કરી છે.

.. .. .. .. .. ..

જળસંચય અભિયાનમાં સહયોગ આપનાર દાતાશ્રીઓ-સંસ્થાઓનું સન્માન કરાયું

 

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું છે કે, સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનના દેશનું સૌથી મોટું અભિયાન બન્યું છે. જળસંસ્કૃતિ જન સંસ્કૃતિ બને તે માટે મહેસાણા જિલ્લો કટીબધ્ધ બન્યો છે.

. લોકોના પાણીનું,લોકો દ્વારા અને લોકો માટે વ્યવસ્થાપન એટલે ભારતીય જળસંસ્કૃતિ.અને આ જળસંસ્કૃતિને જનભાગીદારી સાથે જોડીને રાજ્યનો વિકાસ હવે બમણા વેગથી થવાનો છે. જળસંચયના આ અભિયાનથી રાજ્યમાં જળસ્તર ઉંચા આવશે અને તેનો સીધો લાભ પ્રજાને અને જીવસૃષ્ટિને મળશે એમ તેમણે ઉમેર્યું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ આજે મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મરતોલી ગામે સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનના સમાપન પ્રસંગે સંબોધતાં જણાવ્યું હતું કે, જળ વિના જીવન ન સંભવી શકે. પૃથ્વી સપાટી પરના જીવોમાં સૌથી વધુ જળનો ઉપયોગ માનવજાત કરે છે.જેથી માનવજાતે જળસંગ્રહની પહેલ કરવી જરૂરી છે રાજ્ય સરકારે જળસંગ્રહના આ મહાઅભિયાનમાં મહેસાણા જિલ્લાએ આગેવીની લીઘી છે.

નાયબ મુખ્યમંત્રીશ્રી જણાવ્યું હતું કે મહેસાણ જિલ્લો ધરોઇ,નર્મદા,સુજલામ સુફલામ,ચેકડેમો બનાવવા સહિત જળસંચયમાં હમેશાં અગ્રેસર રહ્યો છે. જિલ્લામાં જનભાગીદારીથી જળસંચયના કામો થઇ રહ્યા છે.લોકભાગીદારી સાથે માટીની રોયલ્ટી નહી લેવાના  રાજ્ય સરકારના નિર્ણયથી જિલ્લાના હજારો હેકટર ખેતરો ફળદ્દ્રુપ બન્યા છે.

 

 

 

રાજ્યમાં હાથ ધરાયેલા જળસંચય અભિયાનના વિરોધીઓને ઉલ્લેખ કરી નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યની સરકારે સાચા અર્થમાં જનભાગીદારીને જોડીને જનહિતનું કામ કર્યું છે.રાજ્યની પ્રજાએ તળાવો ઊંડા કરવા જનભાગીદારી સ્વરૂપે નિતારેલો પરસેવો પારસમણી પુરવાર થવાનો છે

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ૯૦ ટકા ઉનાળો પુરો થવા આવ્યો છતાં આજે રાજ્યમાં પાણીની સમસ્યા સર્જાઇ નથી જ્યારે આજથી વર્ષો પહેલાં ટેન્કર રાજ ચાલતું હતું આજે આ સરકારે દરેક ઘરે અને ખેતરે પાણી પહોંચાડ્યું છે. વરસાદ આવવાથી સરદાર સરોવર નર્મદા ડેમ ભરવાથી કેનાલો ચાલું કરવાના આયોજન બાબતે પણ જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતે જળસંગ્રહનું ઉપાડેલું આ મહાઅભિયાન જનઅભિયાન બન્યુ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ  પાણીને પ્રભુનો પ્રસાદ ગણાવી રાજ્યમાં જળંસચય ક્ષેત્રે    જનભાગીદારી જોડી જળસંચયના નવા સિમાચિહ્નો પ્રસ્થાપિત કર્યા હતા

 

સાસંદશ્રી જયશ્રીબહેન પટેલે જણાવ્યું હતું કે. રાજ્યમાં લાખો ઘનફુટ માટી ખોદીને ૧૧ હજાર લાખ ઘનફુટ જળસંગ્રહની ક્ષમતા ઉભી કરવાની છે. આ માટી ખેતરોમાં-પાળાઓ ઉપર નાંખી છે તેથી પાણી બચવાની સાથે ખેત ઉત્પાદન પણ વધવાનું છે એમ તેમણે ઉમેર્યું હતું.

 

જિલ્લા કલેકટર એચ.કે .પટેલે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં જળસંચયના ૩૪૩ કામો કરાયા છે. આ અભિયાનથી ૨૦ કરોડ લિટરથી પણ વધુ જળસંગ્રહ થવાનો છે.જિલ્લામાં તળાવ અને ચેકડેમ ડીસીલ્ટીંગ કામોમાં ૧૫૨ જેસીબી અને ૩૨૪ ટ્રેકટરો કામ લાગ્યા છે. મહેસાણા જિલ્લામાં અભિયાન તળે જિલ્લાના ૨૪૬ ગામોને આવરી લેવામાં આવેલ છે. આ અભિયાનથી વહી જતાં પાણીનો સંગ્રહ થશે, પશુપંખી માટે આશિર્વાદરૂપ, કાંઠા વિસ્તારના ખેતરોમાં સિંચાઇથી ખેડુતોને ફાયદો થશે અને અતિ મહત્વનું ગામનું પાણી ગામમાં રહેશે      ,

 

કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ થયેલ નક્કર કામગીરી દર્શાવતું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ‘જેમાં ૩૦૦૦ થી વધુ મુલાકાતીઓ ઝીણવટપૂર્વક નિહાળ્યું હતું. પ્રદર્શનમાં મુકાયેલી તસવીરોને મુલાકાતીઓ દ્વારા રસપૂર્વક નિહાળી હતી. આ સાથે ‘૧૦૮ નર્મદા જળ કળશ’ પૂજનવિધિમાં નાયબ મુખ્ય મંત્રીશ્રીએ સહભાગી થઇ પૂજન અર્ચન કર્યા હતા. વિવિધ જાતિના સમુદાયના લોકો દ્વારા નર્મદા જળનું શાસ્ત્રોક વિધિથી પંડિતો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું અને  ત્યારબાદ નર્મદા પાઠનું ગાન કરવામાં આવ્યું હતું

નાયબ મુખ્યમંત્રીશ્રી મરતોલી ગામના તળાવમાં નર્મદા મૈયા નદીના પાણીનું વિસર્જન કર્યું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સહયોગી દાતાશ્રીઓ તથા સામાજિક સંસ્થાઓના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગામ તળાવ ઊંડા કરવાના કામગીરીમાં જોડાયેલા સરપંચશ્રીઓએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.  અને રાજ્ય સરકારના ખેડુત હિતોના નિર્ણયને આવકાર્યા હતા.આ ઉપરાંત સુજલામ સુફલામ કાર્યક્રમમાં સીધો લાભ મેળવાનારા ખેડુતો અને શ્રમજીવીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.

 

ઉપસ્થિત સાધું સંતશ્રીઓએ આશિર્વચનમાં રાજ્ય સરકારના જળસંચય અભિયાનને બિરદાવ્યું હતું

આ પ્રસંગે અગ્રણી વી.સતીષજી,સાસંદશ્રી જયશ્રીબહેન પટેલ ધારાસભ્ય કરશનભાઇ પટેલ,માજી ગૃહમંત્રી રજનીકાન્ત પટેલ,રમણભાઇ પટેલ,મહેસુલ વિભાગના અધિક સચિવ પંકજ કુમાર,જિલ્લા પ્રભારી સચિવ ધનંજ્ય દ્વિવેદી,જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,  જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, નિવાસી અધિક કલેકટર રમેશ મરેજા,અગ્રણી નિતીનભાઇ પટેલ,સાધુ સંતો,ઉચ્ચ અધિકારીઓ, પદાધિકરીઓ,ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

શેર કરવા અહીં ક્લિક કરો.