ગરવીતાકાત. મહેસાણા

મહેસાણા તાલુકાના મેઉ ગામે પરીણિતાએ પતિ અને સાસરીયાના ત્રાસથી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક વિગતો મુજબ પંથકની યુવતિના લગ્ન બાદ તેમને સંતાન ન થતું હોઇ પતિ અને સાસરીયાઓએ શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુ. આ તરફ પરીણિતાના દાગીના પણ વેચી માર્યા હોઇ પરીણિતાએ દાગીનાની ઉઘરાણી કરતાં પતિ અને સાસુ-સસરાએ શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. જેથી પરીણિતાને લાગી આવતાં સાસરીયાના ત્રાસથી ગઇકાલે બપોરે ઘરે છતના ભાગે પંખા ઉપર સાડી વડે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. સમગ્ર મામલે લાંઘણજ પોલીસ મથકે મૃતકના પતિ અને સાસુ-સસરા સસરા સામે ગુનો દાખલ થયો છે.મહેસાણા તાલુકાના મેઉ ગામે સાસરીયાના ત્રાસથી પરીણિતાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. કલોલ તાલુકાના એક ગામની કિંજલ નામની યુવતિના લગ્ન તા.24/11/2009ના રોજ મેઉ ગામના ચાવડા જયદિપસિંહ પ્રવિણસિંહ સાથે થયા હતા. જે બાદમાં લગ્નજીવન દરમ્યાન કીંજલને સંતાન નહીં થતું હોઇ તેમજ બારેક માસ અગાઉ તેના પતિ જયદિપસિંહ, સસરા પ્રવિણસિંહ હરીસિંહ અને સાસુ કૈલાશબા પ્રવિણસિંહ(તમામ રહે.મેઉ(મોટો માઢ)તા.જી.મહેસાણા)વાળાએ કીંજલના દાગીના વેચી માર્યા હતા. જેથી કીંજલે તેની દાગીનાની ઉઘરાણી કરતાં ત્રણેયએ કીંજલને શારીરિક-માનસિક ત્રાસ આપવાનું ચાલુ કર્યુ હતુ. આ તરફ સાસરીયાના ત્રાસથી કંટાળી કીંજલે ગઇકાલે બપોરે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે.સૂત્રોએ જણાવ્યું હતુ કે, પરીણિતાને સંતાન નહીં થતાં સાસરીયાઓ ત્રાસ આપતાં હોઇ મહિલાએ આપઘાત કરી લીધો હતો. ગઇકાલે બપોરના સમયે પરીણિતાએ સાસરીયાઓના ત્રાસથી મેઉ મુકામે મકાનની છતના ભાગે પંખા ઉપર સાડી નાંખીને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે મૃતક મહિલાના પિતાએ પરીણિતાના પતિ અને સાસુ-સસરા સામે લાંઘણજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. લાંઘણજ પોલીસે ત્રણેય સામે આઇપીસી કલમ 306, 498(ક), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: