સરદાર સાહેબની, અજોડ કૂનેહ, દ્રઢ સંકલ્પ શક્તિ અને નિર્ણય શક્તિના કારણે જ અખંડ ભારતનું નિર્માણ શક્ય બન્યું : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

શેર કરવા અહીં ક્લિક કરો.

સરદાર સાહેબની, અજોડ કૂનેહ, દ્રઢ સંકલ્પ શક્તિ અને નિર્ણય શક્તિના કારણે જ
અખંડ ભારતનું નિર્માણ શક્ય બન્યું :
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

 

સરદાર સાહેબે વિર-વિખેર થતા ભારતને અખંડિત સ્વરૂપ આપવાનું ભગીરથ કાર્ય કર્યું હતું

.. .. .. .. .. ..
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં એકતા રથ યાત્રાનું મહેસાણા તાલુકાના ગામડાઓમાં પરીભ્રમણ : મહેસાણા તાલુકાના વિવિધ ગામોમાં એકતા રથનું ભાવભર્યુ સ્વાગત

.. .. .. .. .. ..

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત દેશની નવી ઓળખ બની રહેશે. સરદાર વલ્લભભાઇ પટેલ એટલે લોખંડી મનોબળ ધરાવતું એક સંવેદશીલ વ્યક્તિત્વ હતા જેઓએ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલ ભારતના ૫૬૨ જેટલા રજવાડાઓનું એકત્રિકરણ કરીને વેર-વિખેર થતા ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું હતું.

સરદાર સાહેબના એકતા અને અખંડિતતાના મંત્રને ચરિતાર્થ કરવા માટે રાજ્યભરમાં યોજાઇ રહેલ એકતા યાત્રા અંતર્ગત મહેસાણા જિલ્લાના વિવિધ ગામો અને શહેરોમાં એકતા રથયાત્રા પરિભ્રમણ કરી રહી છે. જેના ભાગરૂપ આજે નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે મહેસાણા તાલુકાના વિવિધ ગામોમાં એકતા રથ યાત્રામાં ઉપસ્થિત રહી લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.નાયબ મુખ્યમંત્રીશ્રી,દેલા,ઉચરપી,મેઘાઆલિયાસણા, લાખવડ,કુકસ,દેવરાસણ,પુનાસણ અને ખરેવા ગામે ઉપસ્થિત રહ્યા હતા

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી અને એક્તાના પ્રહરી એવા ‘‘સરદાર પટેલ’’ સંદેશને માત્ર રાજયની નહી પરંતુ સમગ્ર રાષ્ટ્રની ઐતિહાસિક ધરોહર તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસરૂપે તેમની ૧૮૨ મીટર ઉંચી વિશાળ ‘‘સ્ટેચ્યુ ઓફ ઓફ યુનિટી’’નું નિર્માણ કરાયું છે. ૩૧ ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર વિશ્વમાં સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા આપણા ગુજરાત સહિત દેશને અર્પણ કરવાના છે જેમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું.

 

 

 

ગુજરાત સહિત મહેસાણા જિલ્લામાં પણ સરદાર સાહેબનો જીવન સંદેશ તથા તેમણે કરેલા ભગીરથ કાર્યોને જન જન સુધી પહોંચાડવા સરદાર એક્તા યાત્રા પરિભ્રમણ કરી રહી છે. આ એક્તા યાત્રાના પરિભ્રમણ દરમિયાન ગ્રામજનો દ્વારા એક્તા યાત્રામાં સરદાર સાહેબની પ્રતિમાંને કંકુ-તિકલ કરી પુષ્પહાર પહેરાવી આરતી ઉતારવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુંભાવોએ રાષ્ટ્રની એક્તા અને અખંડિતતાના શપથ લીધા હતા. સરદાર એક્તા રથ યાત્રામાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે પ્રતિમાને પુષ્પ અર્પણ કરી આરતી ઉતારી હતી તેમજ એક્તા યાત્રાના રથનું પ્રસ્થાન દેલા ગામથી કરાવી સમગ્ર દિવસ દરમિયાન એકતા યાત્રાના રથરૂટમાં જોડાયા હતા.સાસંદશ્રી જયશ્રીબહેન પટેલે એકતા યાત્રા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિશેષ માહિતી આપી હતી. કાર્યક્રમમાં કડીના ધારાસભ્યશ્રી કરશનભાઇ સોલંકી, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, અગ્રણી નીતિનભાઇ પટેલ, સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

શેર કરવા અહીં ક્લિક કરો.