મહેસાણા (Mahesana) તાલુકાના છઠીયારડા (Chhathiyarda) ગામે રહેતા મહંત સપ્ત શુંલ  (Mahant Sapt Sul) ઉર્ફે રાજુ ભાઈ (Rajubhai) જેમણે વર્ષ 2018 માં વાડજ (Vadaj) ખાતે સંતવાણી કાર્યક્રમમાં એક જાહેરાત કરી હતી. જેમાં 4 – 4- 2021 ના રોજ તેઓ તેમના આશ્રમ છઠીયારડા ખાતે રાત્રીના ભજનસંઘ્યા કાર્યક્રમમાં સમાધિ ( સહજ સુન સમાધિ ) લેશે. સમાધિ (Samadhi) માં સ્ટેજ ઉપર બેઠા-બેઠા દેહ ત્યાગ કરી દેવાનો દાવો કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ આ જાહેરાત કરી હતી.જેને લઈ તેમના અનુયાયીઓ તેમાં આશ્રમ ખાતે પહોંચી રહ્યા છે. તો સંતવાણીના કાર્યક્રમની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. તો તા . 4 -4 2021 સંતવાણી કાર્યક્રમ દરમ્યાન રાત્રીના 10 થી 11 દરમ્યાન સહજ સુન સમાધી લેવાની વાતને લઈ સમગ્ર પંથકમાં ઉત્સુકતા ઉભી થવા પામી છે. તો સાથે તેમના સેવકોમાં પણ એક પ્રકારની દુઃખ ની લાગણી જોવા મળી રહી છે. તો બીજી તરફ કોરોના કાળમાં આટલા મોટા પ્રમાણમાં લોકોના એકત્ર થવું ખાસ કરીને મહાનગરોમાંથી પણ લોકો આવી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ફેલાય તેવી શક્યતા છે.જો કે આ મુદ્દાની ગંભીરતા તંત્ર ન સમજી રહ્યું હોય તેવી સ્થિતી પેદા થઇ છે. તંત્રના અધિકારીઓ જવાબદારીની ટોપી એકબીજાને ઓઢાડી રહ્યા છે. મહેસાણાના મામલતદાર એન.સી રાજગોરે સ્થળની ઓચિંતી મુલાકાત લીધી હતી. કાયદો અને વ્યવસ્થાની તપાસ માટે આવ્યા હોવાનું તેમણે નિવેદન આપ્યું હતું. જો કે આટલા મોટા પ્રમાણમાં લોકો એકત્ર થઇ રહ્યા છે અને કોરોના ગાઇડ લાઇનનું પાલન નથી થઇ રહ્યું તેવું પુછાતા તેમણે હાથ ઉંચા કરી દીધા હતા. તેમણે કહ્યું કે, આ જવાબદારી પોલીસ તંત્રની છે અમારી નથી. પોલીસ તંત્ર આ અંગે કાર્યવાહી કરવામાં આવી શકે.તો બીજી તરફ પોલીસની ભુમિકા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસની ખુબ જ પાંખી હાજરી જોવા મળી રહ્યા છે. મીડિયામાં આ અંગે પ્રતિક્રિયા આપતા ડીવાયએસપી પણ રવાના થઇ ગયા હતા. ડીવાય એસપી ભક્તિ બા ઠાકરે પણ સ્થળ મુલાકાત લઇને રવાના થયા હતા. આ ઉપરાંત કોઇ ઉચ્ચ અધિકારી હાજર નહી હોવાના કારણે ગુજરાત પોલીસના જવાનો પણ બેફિકર બનીને અહીં તહીં ટહેલી રહ્યા છે. સત્સંગ સ્થળે લોકો એકઠા ન કરવા દેવાનો દાવો પોકળ સાબિત થયો છે. શ્રદ્ધાના નામે કાર્યક્રમ અંગે પોલીસનું પણ સૂચક મૌન જોવા મળી રહ્યું છે. જેના કારણે તંત્ર આ મુદ્દે સાવ બેફિકર હોય તેવું લાગી રહ્યું છે.
બીજા સાથે સમાચાર શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here