કોરોના સંકટને પહોંચી વળવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે વૈશ્વિક મીડિયા મોદી પર તૂટી પડયું છે. બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોનાં અખબારો મોદીની ઝાટકણી કાઢી રહ્યાં છે. આ મુદ્દે મોદી સરકાર પણ ચૂપ છે અને મોદીના સમર્થકો પણ ચૂપ છે એ મુદ્દો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

સોશિયલ મીડિયા પર મોદીની ટીકા કરતાં અખબારોના સ્ક્રીન શોટ વાયરલ થઈ રહ્યા છે. લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે કે, વિદેશી મીડિયામાં મોદીની જરાક વાહવાહી થાય તેમાં તો તેમને વૈશ્વિક નેતા ગણાવીને તૂટી પડતા સમર્થકો અત્યારે કેમ ચૂપ છે ? મોદીની વાહવાહી કરનારા ભાજપના નેતા પણ આ અહેવાલો અંગે સાવ ચૂપ છે. લોકો એવી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે કે, વૈશ્વિક મીડિયા મોદીને આયનો બતાવી રહ્યું છે તેના કારણે ભાજપની બોલતી બંધ થઈ ગઈ છે.

ટ્વિટર પર મંગળવારે ‘રીઝાઈન-પીએમ-મોદી’ હેશ ટેગ પહેલા નંબરે ટ્રેન્ડ કરતું હતું. લોકો જાત જાતના ફની મીમ્સની સાથે વૈશ્વિક રીપોર્ટ્સ પણ મૂકીને મોદી સામે આક્રોશ દર્શાવતા હતા.

Contribute Your Support by Sharing this News: