ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી જી દ્વારા શ્રી વિર મેઘમાયા પરિસર ના દ્વિતીય તબક્કા નું ખાતમુર્હુત કરવાના હોય તે સંદર્ભે શ્રી વિર મેઘમાયા સ્મારક સમિતિના ચેરમેનશ્રી, અમદાવાદ પશ્ચિમના લોકપ્રિય પ્રભાવશાળી શ્રેષ્ઠ સંસદસભ્યશ્રી, અનુસૂચિત જાતિ જનજાતિ કલ્યાણ સંસદીય સમિતિ નવી દિલ્હી ના ચેરમેનશ્રી અને લોકસભાના પેનલ સ્પીકરશ્રી ડૉ.(પ્રોફે) કિરીટભાઈ પી. સોલંકી સાહેબ આજરોજ પાટણ ખાતે શ્રી વિર મેઘમાયા ના મંદિર ખાતે સ્થળ નિરીક્ષણ કરવા પધારેલ હતા જે કાર્યક્રમ પૂર્ણ કરી અમારી આગ્રહભરી વિનંતી ને માન આપીને અમારા નિવાસસ્થાને પધારેલ હતા જ્યાં ડૉ.(પ્રોફે) કિરીટભાઈ પી. સોલંકી સાહેબ નું રાજેન્દ્ર હિરવાણીયા અને સમગ્ર હિરવાણીયા પરિવાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું  ડૉ.(પ્રોફે) કિરીટભાઈ પી. સોલંકી સાહેબને રાજેન્દ્ર હિરવાણીયા એ તેઓનું સ્કેચ કરેલ ચિત્ર અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું જ્યારે પરેશભાઈ મકવાણા એ  ભગવાન ગૌતમ બુદ્ધ ની મૂર્તિ થી ડૉ.(પ્રોફે) કિરીટભાઈ પી. સોલંકી સાહેબનું સન્માન કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના પુર્વ ચેરમેન અને શ્રી વિર મેઘમાયા સ્મારક સમિતિના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ સોલંકી, ડો આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ ના પૂર્વ ડિરેક્ટર શ્રી અરુણભાઈ સાધુ, શ્રી વિર મેઘમાયા સ્મારક સમિતિના મહામંત્રી  શ્રી ડી.પી.પરમાર નું પરિવાર દ્વારા શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવેલ.