વાવની દેના ગ્રામીણ બેન્કમાં ખેડૂતોની લાંબી કતારો

ગમ્યું તો આગળ શેર કરો.

વાવ ખાતે દેના અને ગ્રામીણ બેન્ક આવેલી છે. જેમાં વાવ તાલુકાના રર૦૦ થી વધુ ખેડૂતો પાક ધીરાણનું વ્યાજ અને ચાર્જ ભરવા માટે આવે છે. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ બેન્કમાં રોજીંદા ર૦૦ થી ૩૦૦ ખેડૂતો પાક ધીરાણનું વ્યાજ અને ચાર્જ ભરવા માટે લાંબી કતારોમાં ઉભા રહે છે. ત્યારે વાવ તાલુકાના રાછેણા ગ્રામ પંચાયતના સરપંચ કિરણસિંહ રાજપૂતે મામલતદાર ને એક લેખિત પત્ર લખી જણાવ્યું છે કે આ બેન્કમાં રોજીંદા ર૦૦ થી ૩૦૦ ખેડૂતો આવે છે. પરંતુ બેન્ક મિત્રોથી મળતીયાઓનું કામ વ્હેલું થઈ જાય છે. જેના કારણે રોજીંદું માત્ર ૩૦ થી ૪૦ ખેડૂતોનું કામ થાય છે. જ્યારે રોજીંદા રપ૦ થી વધુ ખેડૂતોને નિઃશાસા નાખીને ભાડુ ખર્ચીને પાછુ ફરવું પડે છે. જેથી કરીને સરપંચ કિરણસિંહ રાજપૂતે વાવ મામલતદારને ખેડૂતોના હિતમાં એક લેખિત અરજી લખી વધુમાં જણાવ્યું છે કે મામલતદાર દેના ગ્રામિણ બેન્કના મેનેજર જાડે ચર્ચા વિચારણા કરી દરેક ખેડૂતોને ટોકન આપવામાં આવે ભલે પછી ખેડૂતને મહીનામાં ગમે તે તારીખે આવવું પડે પરંતુ નિયત કરેલ તારીખ પ્રમાણે ખેડૂતને ૧ દિવસમાંજ વ્યાજ અને ચાર્જ ભરી શકે જેથી કરીને ખેડૂતોને હેરાન થવું ના પડે હાલમાં તો દેના ગ્રામીણ બેન્ક વાવ શાખામાં મળતીયાના કામો થતા હોવાનું રાછેણા સરપંચે વાવ મામલતદારને લેખિતમાં જણાવ્યું છે. તો સત્વરે વાવ તાલુકામાંથી આવતા અંદાજે રર૦૦ થી વધુ ખેડૂતોને દેના ગ્રામીણ બેન્કમાં યોગ્ય ન્યાય મળે તે જ ખેડૂતોના હીતમાં છે. વિશેષમાં આ બેન્કમાં કોરોનાની મહામારી વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્કની તાતી જરૂરિયાત છે.

ગમ્યું તો આગળ શેર કરો.