વડોદરાના આ ઈજનેર મહાશયે કહ્યું, “હું કલ્કી અવતાર છું

શેર કરવા અહીં ક્લિક કરો.

અનેક લોકોમાં અનેક પ્રકારના ઓબ્સેસન જોવા મળતાં હોય છે. તેમને એ કિસ્સો યાદ જ હશે કે જે ઉત્તર પ્રદેશના આઈજી છે. જે પોતાને  ભગવાન કૃષ્ણની રાધા ગણાવતા હતા. પોતે પોલીસ અધિકારી હોવા છતાં રાધા રાણીના વસ્ત્રો જ પહેરતાં હતા. આવી જ ઘટના વડોદરાના સરદાર સરોવર નિગમ  કચેરીમાં પુનઃ વસવાટ વિભાગમાં અધિક્ષક ઈજનેર તરીકે ફરજ બજાવતા અધિકારી રમેશચંદ્ર ફેકરેની છે. જે પોતાને ભગવાનનો કલ્કી અવતાર ગણાવે છે. આ અધિકારી પોતાને રામ અને કૃષ્ણ પણ ગણાવે છે. તે કહે છે કે,” રામ પણ હું જ હતો અને કૃષ્ણ પણ હું જ હતો.” આ મહાશય પોતાની પત્નીને લક્ષ્મી ગણે છે. તો પોતાની માતાને અહલ્યાબાઈનો અવતાર ગણાવે છે. આ ઈજનેર મહાશય લાખોની સંપત્તિ ધરાવે છે. અને મૂળભૂત રીતે રાજકોટના રહેવાસી છે. જ્યારે આ અધિકારીને પોતે કલ્કી અવતાર હોય તે સાબિત કરાવે તેમ કહેવામાં આવ્યું ત્યારે આ અધિકારીએ ચૂપ જ રહેવાનું  મુનાસિબ માન્યું હતું. સરદાર સરોવર નિગમની ઓફિસમાં વારંવાર ગેરહાજર રહેવાને પગલે તેમની પાસે સરકાર દ્વારા ખુલાસો માંગતા, આ મહાશયે હાસ્યસ્પદ જવાબ આપતા પોતાને ભગવાન કલ્કીનો અવતાર ગણાવ્યા હતા. તેમણે પોતાના ઉચ્ચ અધિકારીને લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે ચેતનાના કામ હું ઓફિસમાં બેસીને ન કરી શકું. હું ભગવાન વિષ્ણુનો દશમો અવતાર છું. હું તુરિયાતીયે અવસ્થાની સાધના કરું છું. તેથી હું ઓફિસમાં નથી બેસી શકતો. તેમણે શું આપ્યો કારણદર્શક નોટિસનો જવાબ.. જાણો અહિં…

શેર કરવા અહીં ક્લિક કરો.