વડાવળ પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

વય નિવૃત્ત અને બદલી થયેલ શિક્ષકોને પણ સન્માન સાથે વિદાય આપવામાં આવી.

ગતરોજ ડીસા તાલુકાના વડાવળ માં આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ યોજાયો સાથે શાળામાંથી નિવૃત્ત અને બદલી થયેલ ત્રણ શિક્ષકોનું પણ સન્માન સાથે વિદાય સમારંભ યોજાયો હતો.
     વડાવળ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રભાતસિંહ ચાવડા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિદાય સમારંભ માં શાળા પરિવાર નો તમામ સ્ટાફ પણ હાજર રહી  વિદાય લઈ રહેલા બાળકોને શુભેચ્છા પાઠવી માનભેર વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે શાળાના શિક્ષકોએ બાળકોને પ્રેરક ઉદબોધન આપ્યુ હતું ત્યારે ધોરણ ૮ માંથી વિદાય લઈ રહેલા બાળકોએ પણ પોતાના પ્રતિભાવો સાથે  વિદાય ગીત રજૂ કર્યું હતું અને ધોરણ ૮ ના બાળકો એ શાળા નું ઋણ અદા કરતા  કાયમી સંભારણું બની રહે તેવી સુંદર મજાની ગિફ્ટ આપી હતી ત્યારે શાળા પરિવાર દ્વારા તમામ બાળકોને બટાકા પૌવા નો નાસ્તો અપાયો હતો આ ઉપરાંત શાળામાંથી નિવૃત્ત થતા ડાહ્યાભાઈ વાઘેલા તથા શાળામાંથી બદલી થયેલ અનિલભાઈ તૂરી અને પરીતાબેન સોલંકીનું પણ શાળા વતી સન્માન કરી ભવ્ય વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે શાળા પરિવારના તમામ સ્ટાફ પણ મધ્યાહન ભોજનના સંચાલક સહિત ગામના યુવા પત્રકાર નરસિંહ દેસાઈ હાજર રહી બાળકોને પ્રોત્સાહન  પૂરું પાડ્યું હતું અંતમાં બાળકોનો ફોટો સેશન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી
શેર કરવા અહીં ક્લિક કરો.