????????????????????????????????????

ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય પ્રધાને જાહેર કર્યું હતું કે 31 ડિસેમ્બર 2018 સુધીના બે વર્ષમાં નર્મદા નહેર તૂટવાના 194 બનાવો બન્યા છે. પાટણના ધારાસભ્ય કિરિટ પટેલે પૂછેલા પ્રશ્નનો તેઓ 20 ફેબ્રુઆરી 2019ના રોજ જવાબ આપી રહ્યા હતા. તેમણે પહેલી વખત કબૂલ કર્યું હતું કે નહેર નબળી બની હોય ત્યાં તૂટે છે.
ખેડૂતો નહેરોમાંથી પાણી ઉપાડતાં ન હોવાથી નહેર છલકાવા લાગે છે અને તૂટે છે. ભારે વરસાદ, નોળીયા કે ઉંજર દર બનાવતાં હોવાથી, જમીન પાછળથી મળી હોય ત્યાં નવું અને જુનું કામ જોડતી વખતે નબળું કામ થવાથી તૂટે છે. નહેરમાં પાણી રોકવા ખેડૂતો આડસ મૂકે છે. નહેરમાં છેડછાડ કરવાથી. સાયફનમાં મરેલા પ્રાણી ફસાઈ જવાથી કે સાયફનમાં ફેરફાર કરવાથી નહેર તૂટે છે. નહેરનું ઝમણ – લીક થવાથી, નહેરના દરવાજાના સંચાલનમાં ખામી સર્જાતા નહેર તૂટે છે.
પણ સરકાર એ ભૂલી ગઈ કે નહેર તો સીમેંટ કોંક્રીટથી બનેલી છે. તેથી આમાના અડધા કારણો તો એમને એમ નિકળી જાય છે. ખરેખર તો નહેર તૂટવાનું મુખ્ય કારણ નબળી નહેર છે અને તેમાં વપરાતાં સિમેન્ટમાં ભ્રષ્ટાચાર થયો છે. પણ સરકારે ક્યાંય એવું નથી કહ્યું કે ભ્રષ્ટાચાર થવાના કારણે નહેર નબળી બની છે.
સૌથી વધુ બનાસકાંઠામાં ૧૪૩ વાર કેનાલો તૂટી, ઉંદર, નોળિયાના દરો પણ જવાબદાર પરિબળ જણાવે છે. પણ ખરેખર તો ભ્ર,્ટાચારનો ઉંદર નહેર તોડી ગયો છે.
એક તરફ, હજુ ઘણા વિસ્તારોમાં નર્મદા કેનાલોનું બાંધકામ બાકી છે તો,બીજી તરફ,જયાં નર્મદા કેનાલો છે ત્યાં સતત તૂટવાનો સિલસીલો રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં 2018 સુધી નર્મદા કેનાલોમાં ૨૦૫ વાર ગાબડાં પડયાં છે.આ કારણોસર કેનાલોના બાંધકામની ગુણવત્તા સામે સવાલો સર્જાયા છે.
વિધાનસભામાં સરકારે રજૂ કરેલી વિગતો અનુસાર,બનાસકાંઠામાં સૌથી વધુ કેનાલો તૂટી છે. પાંચ વર્ષમાં માત્ર બનાસકાંઠામાં જ ૧૪૩ વાર કેનાલોમાં ગાબડાં પડયા હતાં જેના કારણે હજારો લિટર પાણી ય વેડફાયુ હતું . પાટણ જિલ્લામાં ય ૨૭ વાર કેનાલો તૂટતા સમારકામ કરવુ પડયુ હતું . અમદાવાદ જિલ્લામાં ૧૩ વખત અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૪ વાર કેનાલો તૂટવાની ફરિયાદો મળી હતી.
જોકે, નર્મદા કેનાલો તૂટવા માટે સરકારે એવા કારણો આપ્યાં છેકે, ઉંદર-નોળિયાના દર લિકેજ થવાથીય કેનાલો તૂટે છે. આ ઉપરાંત નહેરોમાં પાણી ઉભરાતાં, સાયફનમાં કચરો અથવા મૃત પ્રાણી ફસાઇ જવાથીય કેનાલોમાં ભંગાણ થાય છે. સરકારે એવો ય દાવો કર્યો છેકે, નબળા બાંધકામને લીધે કેનાલોમાં ભંગાણ થતા કોન્ટ્રાકટરો પાસે જ સમારકામ કરવામા આવે છે. જોકે, કેનાલો તૂટતા બાંધકામની ગુણવત્તા કેવી છે તેવો અંદાજ આવી શકે તેમ છે.

બીજા સાથે સમાચાર શેર કરો.