લોકડાઉન બાદ જર્મનીમાં યુવાઓ પાર્ટી કરી રહ્યાં હતા, અમેરિકામાં બીચ પર લોકો ડાન્સ કરી રહ્યાં હતા; હવે આ જ રસ્તે ભારતીયો

શેર કરવા અહીં ક્લિક કરો.

કોરોના હળવાથી લેવાની ભૂલ:

Corona take it lightly: In Germany after the lockdown, youths were partying, people were dancing on the beach in America; Now this is the way Indians

નવી દિલ્હી/ન્યુયોર્ક/મિલાન: ભારતના લોકો લોકડાઉનની મજાક ઉડાવી રહ્યાં છે. પ્રથમ રવિવારે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં એ જોવા મળ્યું કે કેટલાક લોકો સાંજે 5 વાગે રસ્તાઓ પર આવી ગયા હતા. તેઓ સરઘસને જેમ થાળીઓ વગાડવા લાગ્યા હતા. કેટલીક જગ્યાએ તિરંગો લેહરાવવામાં આવ્યો હતો. જોકે તે સમય સોશિયલ ડિસ્ટન્સિંગનો હતો. બાદમાં સોમવારે દેશના આ જિલ્લાઓમાં લોકડાઉન છે ત્યારે લોકો મોટા પ્રમાણમાં વિવિધ બજારમાં મોટી સંખ્યામાં ફરતા જોવા મળ્યા હતા. આ કારણે કેટલાક જિલ્લાઓમાં ડોકડાઉનની કોઈ અસર ખાસ જોવા મળી રહી નથી. ભારતમાં લોકો કોરોનાવાઈરસ અને લોકડાઉનને ખૂબ જ હળવાથી લેતા જોવા મળી રહ્યાં છે. આ પ્રકારના લોકો પોતાની સાથે અન્યોની પણ ચિંતા કરતા નથી. આ પહેલા આ પ્રકારનું જ કઈક વર્તન યુરોપના કેટલાક દેશોમાં જોવા મળ્યું હતું. હાલ તેઓ તેનું પરિણામ ભોગવી રહ્યાં છે.Corona take it lightly: In Germany after the lockdown, youths were partying, people were dancing on the beach in America; Now this is the way Indians

જર્મનીમાં જ્યારે કોરોનાવાઈરસ શરૂ થયો તો ત્યાંના યુવાનોએ ઘણી જગ્યાએ કોરોના પાર્ટીઓ કરી હતી. કેટલાક લોકોએ તો વૃદ્ધો પર ખાંસી પણ ખાધી હતી. જર્મનીના દક્ષિણ પ્રાંત બાવેરિયાના પ્રેસિડેન્ટ માર્કસ જોઅડરનું કહેવું છે કે અહીં હાલ પણ કોરોના પાર્ટીઓ કરવામાં આવી રહી છે. કેટલાક યુવાઓ સિનિયર સિટિઝન્સની મજાક બનાવી રહ્યાં છે, તેઓ કોરોના-કોરોના પણ બૂમો પાડી રહ્યાં છે. અહીં આવા ઘણા બધા ગ્રુપ છે. પછીથી જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે બેથી વધુ લોકોના એક સાથે ઉભા રહેવા પર પ્રતિબંધ લગાવ્યો, પછી ભલે તેઓ એક જ પરિસરમાં કેમ ન હોય. ચાન્સેલર માર્કેલે પણ પોતાને આઈસોલેટ કર્યા છે. મર્કેલ એક કોરોનાથી સંક્રમિત ડોક્ટરના સંપર્કમાં આવી આવી હતી. જોકે થોડા દિવસો પહેલા માર્કેલ પણ બર્લિનના એક સુપર માર્કેટમાં ખરીદી કરતી જોવા મળી હતી. તેમની ટ્રોલીમાં વાઈન અને ટોયલેટ પેપર રાખેલું હતું.Corona take it lightly: In Germany after the lockdown, youths were partying, people were dancing on the beach in America; Now this is the way Indians

ફ્રાન્સમાં લોકડાઉન છે. તેમ છતાં પણ કેટલાક વિદ્યાર્થી અને અન્ય લોકો મસ્તી કરવા માટે બીચ પર નીકળી પડતા હતા. તેઓ સંક્રમણને રોકવા માટે ડોકટરની સલાહ કે લોકડાઉનને માનતા ન હતા. તેના પગલે અધિકારીઓએ તેમની વિરુદ્ધ પગલા ઉઠાવવાની ફરજ પડી હતી. ફ્રાન્સન ગૃહ મંત્રી ક્રિસ્ટોનેરે કહ્યું કે કેટલાક લોકો નિયમો તોડીને પોતાને હીરો સમજે છે પરંતુ વાસ્તવિકતા એવી કઈક અલગ છે. તેઓ મુર્ખ છે. તેઓ પોતાના અને બીજાના માટે ખતરો વધારી રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો પાર્ટી અને કલબોમાં પણ જઈ રહ્યાં હતા. સરકારે કહ્યું કે શહેરના લોકોની આ હરકતોને કારણે કોરોના ગ્રામડાઓ અને સમુદ્રાના બીચો સુધી પહોંચી શકે છે, જ્યાં તેને રોકવું મુશ્કેલ બનશે. કારણ કે આ વિસ્તારમાં હેલ્થને લગતી સેવાઓ વધુ સારી હોતી નથી.

શેર કરવા અહીં ક્લિક કરો.