બીજા સાથે સમાચાર શેર કરો.

દેશભરમાં કોરોના વાઇરસના કારણે લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી ૨૧ દિવસ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે, પરંતુ વડા પ્રધાનની કેટલાક લોકો આ અપીલ છતાં કેટલાક લોકો માનવા તૈયાર નથી અને ઘરની બહાર ફરે છે. આ લોકો માટે દંડની આકરી જોગવાઈ કરવામાં આવી છે.

હવે જો અત્યંત જરૂરી કામ વગર ઘરમાંથી બહાર નીકળશો તો દંડ અને સજા એમ બન્નેની જોગવાઈ કરવામાં આવી છે. સજાની જોગવાઈમાં એક મહિનાથી લઈને બે વર્ષ સુધીની કેદ છે.

૨૧ દિવસના લૉકડાઉન દરમ્યાન નિયમ અને સૂચનાનું પાલન ન કરનારાઓ પર ઈમર્જન્સી પ્રબંધન અધિનિયમના સેક્શન ૫૧ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. તેમાં સજા અને દંડ બન્નેની જોગવાઈ છે. લૉકડાઉનનો ભંગ કરનારાઓ પર ૨૦૦ રૂપિયાનો દંડ અને સાથે જ ૧ મહિનાની જેલની સજા ફટકારવામાં આવશે, પરંતુ જો આ ભંગના કારણે કાયદા અને વ્યવસ્થામાં મુશ્કેલી ઊભી થઈ, દંગાની સ્થિતિ સામે આવી તો સજા ૬ મહિના સુધી લંબાવવામાં આવી શકે છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમારા ઓર્ડર ન માનવાના કારણે કોઈનો જીવ જાય, ખતરો ઊભો થાય કે પછી દોષીને જેલ થઈ શકે છે, જે બે વર્ષ સુધી વધારવામાં આવી શકે છે.


બીજા સાથે સમાચાર શેર કરો.