તમને જાણીને નવાઈ અને ગર્વ થશે કે ડીસાની લો કોલેજના રબારી મહિલા આચાર્ય હવે ન્યુ દિલ્હીથી મહિલાઓને ન્યાય અપાવશે. તેઓ આગામી ત્રણ વર્ષ સેવાઓ આપશે.

ઉત્તર ગુજરાત યુનિવર્સીટી હેઠળની ડીસા સ્થિત લો કોલેજના ઈનચાર્જ આચાર્ય ડો. રાજુલ દેસાઈને નવી જવાબદારી મળી છે. ભાજપના મહિલા મોરચામાં આપેલી સેવાઓ અને મહિલાઓ માટે સતત પ્રયત્નશીલ બનતા દિલ્હી બોલાવ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ડો. રાજુલની રાષ્ટ્રીય મહિલા આયોગની સદસ્યા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આથી આગામી સતત ત્રણ વર્ષ ન્યુ દિલ્હીથી ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં મહિલાઓને લગતી સમસ્યાઓનું સમાધાન કરશે. આ અંગે ડો. રાજુલ દેસાઈએ જણાવ્યું હતું કે, મહિલાઓ માટે હવે રાષ્ટ્રીય કક્ષાએથી કામ કરવાનો ઉત્સાહ વધ્યો છે. દેશભરની મહિલા કોઈપણ સમસ્યા અંગે ડાયરેક્ટ રાષ્ટ્રીય મહિલા આયોગમાં રજૂઆત કરી શકે છે.

બીજા સાથે સમાચાર શેર કરો.