કોરોનાની બીજી લહેરમાં ગુજરાત સહીત દેશના ઘણા રાજ્યોની હેલ્થ સીસ્ટમ ઉઘાડી પડી ગઈ હતી.  ત્યારે હવે ગુજરાતની સરકારે મહત્વપુર્ણ નિર્ણય લઈ 2 હજારથી વધુ નર્સની જગ્યાઓ તાત્કાલિક ધોરણે સીધી ભરતીથી ભરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા કોર કમિટિની બેઠક બોલાવાઈ હતી તેમાં આ નિર્ણય લેવાયો હતો. જેમાં રાજ્યમાં 2019 જેટલી હાલ ખાલી પડેલી નર્સિસની જગ્યાઓ સીધી ભરતીથી તાત્કાલિક ધોરણે ભરવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ હાથ ધરશે. આ ભરતી બાદ આરોગ્યલક્ષી સેવાઓમાં મહત્વપૂર્ણ ફરજ નિભાવતી નર્સિસની આ ભરતીને પરિણામે રાજ્યમાં આરોગ્ય સેવાકર્મીઓમાં વધુ માનવબળ જોડાતાં દરદીઓની સારવાર સેવામાં વધુ ગતિ આવશે.

Contribute Your Support by Sharing this News: