રથયાત્રા LIVE: મોસાળમાં આરામ કર્યા બાદ ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા નીજ મંદિર આવવા રવાના

ગમ્યું તો આગળ શેર કરો.

આજે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. રથયાત્રા પહેલાં મંદિરના મહંત દિલિપદાસજી મહારાજના હસ્તે ભગવાનની મંગળા આરતી સંપન્ન થઈ. સૌથી પહેલાં ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવવામાં આવ્યો હતો અને પછી ભગવાન નીજરથમાં બિરાજ્યા હતા અને રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો હતો.

અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જાના માનમાં શનિવારે નિકળનારી 141મી રથયાત્રાની થીમ હેરિટજ રખાઈ છે અને  ગુજરાતી-કાઠિયાવાડી થીમ પર  ડેકોરેશન કરવામાં આવ્યું છે. રથયાત્રામાં કવિ દલપતરામની હવેલી, સિદી સૈયદની જાળી, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, હઠીસિંહના દેરા, ભદ્રનો કિલ્લો, ઐતિહાસિક એલિસબ્રિજ, ગાંધી આશ્રમ સહિતના હેરિટેજ સ્થળોના ટેબ્લો રાખવામાં આવ્યા છે. રથયાત્રા શાંતિપૂર્ણ પસાર થયા એ માટે અમદાવાદ પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળે એ માટે વીસ હજાર કરતા વધારે પોલીસ કર્મચારીઓ વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

ગમ્યું તો આગળ શેર કરો.