સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા પાઠવતા કહ્યું, તમે કરી બતાવ્યું
મુંબઈઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવવા શરૂ થઈ ગયા છે અને તેના પરથી ખ્યાલ આવે છે કે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર જંગી બહુમતીથી વિજયી બનવા જઈ રહી છે. સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે પીએમ મોદીને ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે.