ઈરાન સંધિમાંથી ખસી જવા અને વ્યાપાર યુદ્ધને પ્રોત્સાહન આપ્યા બાદ હવે અમેરિકાના મિત્રો જ તેનાથી ભારોભાર નારાજ છે. યૂરોપિયન યૂનિયનના ચેરમેને કહ્યું હતું કે, જેની પાસે ડૉનાલ્ડ ટ્રમ્પ જેવા મિત્ર હોય તેમને દુશ્મનની શું જરૂર?

28 દેશોના નેતા બલ્ગેરિયાની રાજધાનીમાં ડિનર માટે મળ્યાં હતાં. તેઓ ઈરાન સાથે બાકીની સમજુતીઓ કેવી રીતે સુરક્ષિત રાખી શકાય અને યૂરોપિયન દેશોના ઈરાન સાથેના વ્યાપારને ટ્રમ્પના પ્રતિબંધો બાદ કેવી રીતે આગળ ધપાવવામાં આવે જેથી કરીને ટ્રેડ વોરથી બચી શકાય તે મુદ્દે ચર્ચા માટે ભેગા થયાં હતાં. યૂરોપિયન યૂનિયનના ચેરમેન ડૉનાલ્ડ ટસ્કે કહ્યું હતું કે, ટ્રમના નિર્ણયનો સામનો કરવા માટે યૂરોપિયન યૂનિયનને અગાઉ કરતા વધુ એકતા દેખાવડી પડશે. ટસ્કે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના તાજેતરના નિર્ણયોને જોતા કોઈ પણ વિચારી શકે કે, ટ્રમ્પ જેવા મિત્ર હોય તો કોઈ દુશ્મનની શું જરૂર? તેમણે આગળ કહ્યું હતું કે, ચાચુ કહું તો, યૂરોપને રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનવો જોઈએ. કારણ કે, આપણને તમામ પ્રકારના ભ્રમમાંથી છુટકારો મળ્યો. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિથી યૂરોપિયન નેતાઓની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તે પછી પેરિસ ક્લાઈમેટ ચેંજ એગ્રીમેંટ હોય કે 2015માં થયેલી ઈરાન પરમાણું સમજુતિ. અમેરિકાએ આ તમામ સંધિઓ સાથે છેડો ફાડ્યો. ટ્રમ્પના નિર્ણયે યૂરોપની પોતાની વિદેશ નીતિ પર ખતરો ઉભો કર્યો છે. ડૉનાલ્ડ ટસ્કે કહ્યું હતું કે, યૂરોપને પોતાની સુરક્ષા માટે શક્તિ અનુંસાર કામ કરવું જોઈએ. આપણે એ સ્થિતિ માટે પણ તૈયાર રહેવું જોઈએ કે હવે આપણા દમ પર બધ્હું કરવાની નોબત આવી શકે છે.

Contribute Your Support by Sharing this News: