2014ની લોકસભા ચૂંટણી માં વોટ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને તે વખતે આપેલા કેટલાક વચનો હવે જાણે કે બુમરેંગ સાબિત થઇ રહ્યા હોય તેમ તેમણે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન નહિ પાળતા મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ વિજયવાડામાં મોદી સરકાર સામે બગાવતી રણશિંગુ ફૂંકી ને દક્ષિણ રાજ્યો ને કેન્દ્ર સરકાર સામે એક થવાની હાકલ કરીને મોદીનો વિજય રથ રોકવાની જાહેરાત કરી છે. તેઓ કેટલા સફળ થશે એતો આગામી સમયમાં જાણી શકાશે પણ તેના પગલે બાંકે બિહારી નીતીશકુમાર ના સુર પણ ધીમે ધીમે ઊંચા થયા અને તેમણે પણ બિહાર ના વિકાસ માટે વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે.
પ્રદેશવાદની માનસિકતા અને રાજકારણમાં માહિર દક્ષિણના રાજ્યો જો ચંદ્રાબાબુ ને સાથ આપે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપને એ રાજ્યોમાં ભારે રાજકીય નુકશાન સહન કરવું પડે એવું એક રાજકીય ચિત્ર બની રહ્યું છે.
રાજકીય નિરીક્ષકો કહે છે કે ૨૦૧૪માં મોદીએ કોઈપણ ભોગે ચૂંટણીમાં જીતવા શક્ય નહિ હોય તેવા વચનોની લ્હાણી કરી હતી જેમાં આન્ધ્રપ્રદેશ ને વિશેષ રાજ્યોનો દરજ્જો આપવાનું વચન આપી ચંદ્રાબાબુ અને ટીડીપી સાથે ગઠબંધન કર્યું. સત્તા મળ્યા બાદ ટીડીપી સરકારમાં જોડાઈ અને ઈશેશ દરજ્જા ની માંગ કર્યે રાખી. છેવટે નાણામંત્રી અરુણ જેટલીએ ફોડ પાડ્યો કે બંધારણમાં એવી કોઈ જોગવાઈ જ નથી અને ચંદ્રાબાબુ એનડીએથી અલગ પાડીને કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે. વિજયવાડા ખાતે તેમણે કેન્દ્ર ને પડકારતા કહ્યું કે જો મોદી સરકાર રાજ્યોને ફંડ નાં આપે તો અમે શા માટે કેન્દ્રિય કરવેરા જેમ કે ઇન્કમટેક્ષ આપીએ? તેમણે ૨૦૧૯મ ભાજપને હરાવવા પ્રાદેશિક પક્ષોને એક થવા હાકલ કરી છે.
નિરીક્ષકો કહે છે કે કર્નાટકમાં ભાજપ ફાવી શક્યું નથી.તેલંગના ના મુખ્યમંત્રી કેન્દ્ર સામે મોરચો માંડી રહ્યા છે. આંધ્રપ્રદેશ ના બાબુએ તો ત્રીજી આંખ ખોલી નાંખી છે.કેરલ માં ભાજપ વિરોધી સરકાર છે. તમિલનાડુમાં ભાજપે ગાબડા પાડવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં અભિનેતા કમલ હાસને અલગ પક્ષ રચ્યો છે. રજનીકાંત પણ કૂદયા છે. પુડ્ડીચેરી માં કોંગ્રેસ છે. એક રીતે જોતા જો આ બધા ચંદ્રાબાબુ ની સાથે એક ધરીમાં જોડાય તો ભાજપ ને દક્ષિણ ના રાજ્યોમાં ભારે રાજકીય ફટકો પડી શકે.
નિરીક્ષકો એમ પણ કહે છે કે આ માટે ભાજપે અને મોદીએ વિશેષ રાજ્ય ની આપેલી લોલીપોપ જવાબદાર છે. જ્યારે બંધારણમાં જે શક્ય જ નથી તો પછી તેમણે આંધ્રપ્રદેશ ને આવું વચન આપવું જોઈતું નહોતું. તે વખતે તેઓ અને તેમની ટીમ જાણતી જ હશે , બંધારણમાં ના જાણકાર જેટલી તે વખતે બોલી ના શક્યા અને હવે બંધારણ ટાંકે ત્યારે સાંધાના ટાંકા તૂટી જ જાય. જો ચંદ્રાબાબુ ની જેમ આ રાજ્યો ઇન્કમટેક્ષ નહિ ભરવા લોકોને અપીલ કરે અથવા એ રકમ પોતે લઈલે તો કેન્દ્રને એટલી રકમ ઓછી મળે. અને રાજકીય ઘર્ષણની ગંભીર પરિસ્થિતિ પેદા થઇ શકે.
દક્ષિણ રાજ્યોમાં પ્રદેશવાદ એટલો કટ્ટર છે કે તેઓ હિન્દી ભાષા જાણતા હોવા છતાં બોલતા નથી. પોતાની જ ભાષામાં વાત કરવાનું પસંદ કરનારી પ્રજા ચંદ્રાબાબુ ના માર્ગે ચાલશે તો દેશ અને ખાસ કરીને કેન્દ્ર સામે પ્રાદેશીક્તાવાદ નો ગંભીર ખતરો ઉભો થઇ શકે છે. કર્નાટક માં ભાજપે વાળા ને આગળ કરી સત્તા મેળવવા નો જે પ્રયાસ કર્યો તે પણ ત્યાના રાજકારણીઓ અને લોકોએ જોયું છે. તેનાથી પણ ભાજપ ની શાખ ને અસર પહોંચી છે. કર્નાટક નારાજ, તેલંગાના નારાજ, આંધ્રપ્રદેશ સૌથી વધારે નારાજ, કેરલ તો બાબુ કરતા પણ વધારે નારાજ અને કટ્ટર, પુડ્ડીચેરી માં ભાજપ નથી તો પછી ભાજપ કઈ રીતે દક્ષિણમાં લોકસભા વખતે ફાવશે તેની અટકળો ચાલી રહી છે. ચંદ્રાબાબુ નો અલગતા નો સુર અન્ય રાજ્યો ને ગમતો થશે તો આ રાજ્યોમાં ભાજપનો સુર દબાઈ જશે. એમાં વળી નીતીશકુમાર હવે ચંદ્રાબાબુ બનવા જઈ રહ્યા છે ત્યારે બિહારમાં પણ ભાજપે તેમને કાબુમાં રાખવા કોઈ નવી રક્જીય ચાલ અપનાવી પડશે.

બીજા સાથે સમાચાર શેર કરો.