ગરવી તાકાત મહેસાણા:- મોદીજીના વિચારોએ સોશ્યલ મિડિયા પર ધૂમ મચાવી. અંધકારમા જ્યોત જલાવાને કોરોના સાથે નથી કોઈ સબંધ. મોદીજીના વિચારોને સલામ કરવી પડે હો ના હેડિંગ સાથે સોશ્યલ મિડિયામાં આ સમાચાર ખૂબ જ વારયલ થઈ રહ્યા છે. આજે સવારે 9 કલાકે કોરોનાની મહામારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત રાષ્ટ્રજોગ વીડિયો સંદેશો જાહેર કરી કોરોના સામેની લડતમાં એક થવા હાકલ કરી છે. પીએમ મોદીએ તમામ દેશવાસીઓને 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી પોતાના ઘરની લાઇટ બંધ કરવા અપીલ કરી છે. જ્યારે પીએમ મોદીએ કહ્યું કે 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી દરેક નાગરિકો લાઇટ બંધ કરી તેના સ્થાને દીવો કે મીણબત્તી પ્રગટાવે તેવું આહવાન કર્યું છે. 5 એપ્રિલને આપણે 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિનું જાગરણ કરવાનું છે. 130 દેશવાસીઓના મહાશક્તિને નવી ઊર્જા ઉપર લઈ જવાની છે.

મોદીજીના વિચારોએ સોશ્યલ મિડિયા પર ધૂમ મચાવી

વડાપ્રધાનન આ સંદેશ બાદ સોશ્યલ મીડિયામાં પણ લોકો ખૂબજ સક્રિય થયા હતા. આમેય લોકડાઉનના સમયમાં સોશ્યલ મિડીયાનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે. કેટલાક લોકોએ આ વાતને લોકડાઉનમાં લોકોને એન્ટરટેઈન થાય તે માટે કર્યું. તો ઘણાં લોકો કંટાળી ગયા હતા એટલે મનોરોગી ના બને તે માટે મોટિવેશન માટે પણ લોકોને જાગૃત કરવા આવું કર્યાનું સોશ્યલ મીડિયામાં ફરી રહ્યું છે. ત્યારે હવે એક નવી બાબત પણ સોશ્યલ મીડિયામાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે કે ખગોળિય ઘટનાથી ભારતને બચાવવા માટે મોદીજીએ આવું કર્યું છે. રવિવારે રાતે હજારો વર્ષો પછી એકવાર જોવા મળતી ખગોળીય ઘટના બનવાની છે.

વડાપ્રધાનન આ સંદેશ બાદ સોશ્યલ મીડિયામાં પણ લોકો ખૂબજ સક્રિય

રવિવારે રાતે નવ વાગ્યે આપણી મંગળગ્રહ અને શુક્ર ગ્રહની પરિભ્રમણ કક્ષા બદલાવાની છે, અને ગ્રહોની ભ્રમણ કક્ષા બદલાવાના કારણે પૃથ્વી મંગળ અને શુક્રની વચ્ચેથી પસાર થશે. ભ્રમણ કક્ષા એટલે દરેક ગ્રહ પોતાના ચોક્કસ રસ્તા ઉપર ચાલતો હોય પણ ગ્રહોનો રસ્તો આપમેળે બદલાય તેને ભ્રમણ કક્ષા બદલાણી કહેવાય. હજારો વર્ષો પછી ક્યારેક જ આવી ખગોળિય ઘટનાઓ બને છે કે ગ્રહો પોતાની ભ્રમણ કક્ષાએ બદલશે અને આપણી પૃથ્વી કોઈ બીજા ગ્રહોની ભ્રમણ કક્ષાની વચ્ચેથી પસાર થવાની છે. જ્યારે રવિવારે રાતે નવ વાગ્યે પૃથ્વી મંગળગ્રહ અને શુક્રગ્રહ વચ્ચેથી પસાર થશે ત્યારે મંગળ ગ્રહની ચુંબકીય શક્તિઓ એકદમ વધવા લાગશે અને વાતાવરણમાં ચુંબકીય શક્તિઓનો પ્રભાવ વધશે. જ્યાં વીજળીનો પ્રવાહ ચાલુ હોય ત્યાં ચુંબકીય શક્તિઓ વધારે અનુભવાશે તેમજ લોહીનું દબાણ જેને આપણે બ્લડપ્રેશર કહીયે તે પણ વધવાની સંભાવના છે.

હિન્દુ પંચાગોમાં ઘી ના ગુણ લખ્યા છે

હાવર્ડના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના ડોઝર્સ હોલિકસ નામના વૈજ્ઞાનિકે પણ ગ્રહો ઉપર સંશોધન કરતી બુક ‘the sky and beyond’ માં પણ લખ્યું છે કે ગ્રહો તેમની પરિભ્રમણ કક્ષાની બહાર જાય ત્યારે ચુંબકીય શક્તિ વધે છે અને માણસના બ્લડ પ્રેશર ઉપર સીધી અસર થાય છે, આ બુક ઉપરથી ઈંગ્લેન્ડની યુનિવર્સિટીના સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પણ ભણાવવામાં આવે છે. ખાસ તો 50 વર્ષ કરતા વધુ ઉંમરની વ્યક્તિઓને બ્લડપ્રેશરનો પ્રોબ્લેમ થઈ શકે છે. આથી વીજળીનો પ્રવાહ રોકી લેવામાં આવે તો બ્લડપ્રેશરમાં ઘણા અંશે ફાયદો થાય છે. બીજું કે આપણાં હિન્દુ પંચાગોમાં ઘી ના ગુણ લખ્યા છે કે ઘી ના દિવાની આગમાંથી નીકળતા ધુમાડામાં અલ્મોનેકટાસાઈડ નામનું તત્વ હોય છે જે હવામાં રહેલા વાયરસ કે કણોનો નાશ કરી શકે છે. યુરોપની હવા ઉપર સંશોધન કરતી સંસ્થા ડિપાર્ટમેન્ટ ઓફ વાયરોલોજીએ પણ પોતાના સંશોધનમાં આ વાતની પુષ્ટિ કરી છે.

ઘી ના દિવાની આગમાંથી નીકળતા ધુમાડામાં અલ્મોનેકટાસાઈડ નામનું તત્વ હોય છે જે હવામાં રહેલા વાયરસ કે કણોનો નાશ કરી શકે

આમ, રવિવારે રાતે નવ વાગ્યે લાઈટ બંધ કરવાથી આપણને પૃથ્વી મંગળ અને શુક્રની ભ્રમણકક્ષા બદલાવાના કારણે અને ચુંબકીય શક્તિઓનો પ્રભાવ પણ ઘટાડી શકાશે અને દીવો પ્રગટાવીને વાતાવરણ ને શુદ્ધ બનાવી શકાશે. આવા વૈગ્નાનિક તર્ક આપીને મોદીજીએ 5 એપ્રિલ રાત્રે 9 વાગ્યે બાલ્કનીઓમાં આવીને દિવડા પ્રગટાવવા કહ્યું છે. તેવી વાતો સોશ્યમ મિડિયામાં હાલ ધૂમ મચાવી રહી છે. આ કાર્યક્રમ વખતે કોઈએ ક્યાંય પણ ભેગા થવાનું નથી. રસ્તા પર શેરીઓ અથવા મહોલ્લામાં જવાનું નથી. સોશ્યલ ડિસ્ટન્સિંગની રેખાને બિલકુલ ઓળંગવાની નથી. કોરોનાની ચેઈન તોડવાનો આ જ રામબાણ ઈલાજ છે. આથી જ રવિવારની રાત્રે થોડા સમય એકલા બેસી મા ભારતીનું સ્મરણ કરો અને સામૂહિકતાનો અહેસાસ કરો. આ આપણને સંકટના સમયમાં લડવાની શક્તિ આપશે.