મોડાસા તાલુકાના કઉ કુકડી ગામે ખેતરમાં બાતમીના આધારે દરોડા પાડીને જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર શખ્સો પર હવે જિલ્લા પોલિસ વડાએ જાતે જ કાર્યવાહી કરવા માટે સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. થોડાક સમય અગાઉ મોબાઇલ વેપારીઓના ઘર તેમજ દુકાનો પર મોડીરાત્રે દરોડા પાડવાની ક૨ર્યવાહી જિલ્લા પોલિસ વડાએ જાતે જ કરી હતી. મોડીરાત્રે મોડાસા તાલુકાના કઉ કુકડી ગામે ખેતરમાં બાતમીના આધારે દરોડા પાડીને જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

મોડાસા તાલુકાના કુકડી ગામની સીમમાં આવેલા ખેતરની એક ઓરડીના આગળના ભાગે પાંચ જેટલા શખ્સો ગેરકાયદેસર જુગાર રમતા હોવાની બાતમી પોલિસને મળી હતી. બાતમીને આધારે પોલિસે દરોડા પાડ્યા હતાં. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જિલ્લા પોલિસ વડા તેમજ પોલિસ સ્ટફનો કાફલો સિવિલ ડ્રેસ તેમજ ખાનગી વાહન મારફતે પહોંચ્યાં હતા અને જુગાર રમતાં 5 શખ્સોને રંગો હાથ દબોચી લીધા હતાં. પોલિસે આરોપીઓ પાસેથી રોડક રકમ કુલ રૂ.18,890, 05 નંગ મોબાઇલ કિંમત રૂ.12,000, 2 મોટર સાઇકલ કિંમત રૂ.45,000 સહિત કુલ 75,890 નો મુદ્દામાલ જપ્ત કરી મોડાસા ગ્રામ્ય પોલિસે જુગારધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.