માલપુર ના ધોલેશ્વર ગામ ના ૧૧ વર્ષના કિશોર ને ચાર યુવાનો એ રક્તદાન કરી જીવતદાન બક્ષ્યું*માલપુર તાલુકા માં માનવતા મહેકી ઉઠી હતી માલપુર તાલુકાના ધોલેશ્વર ગામના ધો ૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હૃદયમાં છિદ્ર પડી તેને લોહીની સક્ત જરૂરિયાત પડી હતી ત્યારે મોડાસા તાલુકા અને માલપુર તાલુકા ના ચાર યુવાનોએ સ્વૈચ્છિક રીતે આગળ આવીને રક્તદાન કરતાં આ વિદ્યાર્થીના હૃદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જીવતદાન મળતા આ યુવાનોની માનવતા રંગ લાવી હતી આજરોજ માલપુર તાલુકાના ધોલેશ્વર ગામના હૃદયરોગથી પીડાતા 11 વર્ષના વિદ્યાર્થી કટારા જીગરકુમાર સુરેશભાઈને હૃદયમાં છીદ્ર પડી ગયું હતું અને તેને અમદાવાદ ખાતે યુ એન મહેતા કાડીયોલોજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની ઉપર સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું
