સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી વચ્ચે હાલમાં ગુજરાત સરકાર દ્વારા બહારના રાજ્યોમાં તેમજ અન્ય મોટા શહેરોમાં ફસાયેલા લોકોને વતન આવવા માટેની મંજૂરી આપવામાં આવેલી હોઇ કારોના હોટસ્પોટ ગણાતા અમદાવાદ શહેર સહિતના વિસ્તારોમાંથી લોકો ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના વતનમાં આવી રહ્યાં છે. જેને પગલે આવા લોકોને સરકાર દ્વારા કવોરોનટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પાલનપુર તાલુકાના માલણ ગામે પણ બહારથી આવેલા ૧૩ વ્યક્તિઓને માલણની પ્રાથમિક શાળામાં કવોરોનટાઇન કરવામાં આવ્યા છે. જેમાં માલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ અોફીસર ડો.ડી.ડી.મેતિયા તેમજ સ્ટાફ દ્વારા આ વ્યક્તિઓનું ટેમ્પરેચર તેમજ આરોગ્ય ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
અહેવાલ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: