માલણ ગામે તળાવમાથી ખનીજ ચોરીનું નેટવર્ક ઝડપાયુ : રૂ.૨.૫૦ લાખનો દંડ કરાયો

ગમ્યું તો આગળ શેર કરો.

પાલનપુર તાલુકાના માલણ ગામે તળાવમાંથી ગેરકાયદેસર રીતે રેતીની ચોરી થઈ રહી હોવાની માહિતી આધારે બનાસકાંઠા ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષીએ તપાસ હાથ ધરી હતી. જેમાં તળાવમાંથી રેતીની ચોરી કરી રહેલ જે.સી.બી, ટ્રેક્ટર સહિત અન્ય વાહનો મળી આવતા વાહનો જપ્ત કરી રૂ.૨.૫૦ લાખનો દંડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આનંદ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

બનાસકાંઠા જિલ્લામાં લોક ડાઉન વચ્ચે પણ ખનન માફિયાઓ બેફામ બન્યા હોય તેમ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી છૂપીથી રોયલ્ટીની ચોરી કરી રહ્યા છે. તેમાં ગામડાઓમાં તેરી ભી ચૂપ.. અને મેરી ભી ચૂપ.. જેવી નીતિને પગલે આવા ખનન માફિયાઓ સામે કાર્યવાહી થઇ શકતી નથી. જો કે બનાસકાંઠા જિલ્લા ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષીએ જિલ્લામાં ખનીજ ચોરી નેટવર્ક ઝડપી પાડવા ઘનિષ્ઠ તપાસ હાથ ધરી ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન પાલનપુર તાલુકાના માલણ ગામે આવેલ તળાવમાંથી ગેરકાયદેસર રીતે રેતીની ચોરી થઇ રહી હોવાની માહિતી મળતા ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષીઅે તેમની ટીમ સાથે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં જે.સી.બી અને ટ્રેક્ટર સહિત અન્ય વાહનો સાથે રોયલ્ટીની ચોરી થઈ રહી હોય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખનીજ ચોરી કરી રહેલા વાહનો જપ્ત કરી રૂ.૨.૫૦ લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું ખાણ ખનિજ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

બોકસ : ભુસ્તર શાસ્ત્રી શું કહે છે

આ અંગે બનાસકાંઠા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીએ જણાવ્યું હતું કે માલણ ગામે તળાવમાંથી રેતીની ગેરકાયદે રીતે ચોરી થઈ રહી હોવાની માહિતી આધારે ચેકિંગ કરતા જેસીબી સહિતના વાહનોની ચોરી થઈ રહી હોવાનું જોવા મળ્યું હતું આથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રૂ.૨.૫૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે.

બોકસ : સરપંચ – તલાટી અજાણ હતા કે કેમ ?

પાલનપુર તાલુકાના માલણ ગામે તળાવમાંથી ગેરકાયદે રીતે રેતીની ચોરી થઈ રહી હતી. આ બાબતની જાણ થતાં ભૂસ્તર વિભાગે દરોડો કરી રોયલ્ટી ચોરી ઝડપી પાડી છે. ત્યારે સરપંચ અને તલાટી આ બાબતે અજાણ હતા કે કેમ તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે.

 

 

તસ્વીર : અહેવાલ જયંતી મેતિયા પાલનપુર,બનાસકાંઠા

ગમ્યું તો આગળ શેર કરો.