મહેસાણા શહેરના રાજમહેલ રોડ સ્થિત બસ મથકની સામે હાલ કાર્યરત જિલ્લા શિક્ષણ સમિતિની કચેરીનું મકાન ગાયકવાડી શાસન વખતનું છે. જેની યાદગીરી સ્વરૂપે આજે પણ ઐતિહાસિક ગાયકવાડ શાસકની પ્રતિમા અડીખમ ઉભી છે. આ અંગે મહેસાણાના મહત્તમ લોકો અજાણ છે.
મહેસાણાને ગાયકવાડ શાસન દરમ્યાન હેડ ક્વાર્ટર બનાવ્યા બાદ મહારાજ સર પ્રતાપસિંહ ગાયકવાડે તે સમયે રાજમહેલનું પટાંગણ ગણાતા આ જમીનને મહેસાણા પ્રાન્ત પંચાયતનું મકાન બાંધવા બક્ષીસ આપવામાં આવી હતી. જેની યાદમાં તે સમયે ગાયકવાડ શાસક મહારાજ સર પ્રતાપસિંહ ગાયકવાડની પ્રતિમા મકાનની સામે મુકવામાં આવી હતી. જે આજે પણ અસુરક્ષિત અને ધુળ ખાતી હાલતમાં અડીખમ ઉભી છે.

Contribute Your Support by Sharing this News: