મહેસાણા નગરપાલિકામાં શનિવારે પાલિકાના સભા ખંડમાં બજેટ માટે બેઠક મળી હતી. જેમાં શાસક અને વિપક્ષના સભ્યો ઉપસ્થીત રહ્યા હતા. જો કે સભામાં હોબાળો મચી જતા માહોલ ગરમાયો હતો. સભામાં કોર્પોરેટરો દ્વારા વિવિધ મુદ્દે ઉગ્ર રજુઆતો કરાઇ હતી. જેને લઇને સભા ખંડમાં માહોલમાં ગરમાવો પ્રસર્યો હતો.
નોધનીય છે કે, મહેસાણા નગરપાલિકાને સુપર સીડ અથવા તો વિસર્જન કરવા માટે અગાઉ ઉચ્ચકક્ષાએ રજુઆત થઇ ચુકી છે. મહેસાણા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી સત્તાધારી પક્ષમાં જ આંતરિક જુથવાદ જોવા મળી રહ્યો છે. જેને લઇને શનિવારે મળેલી પાલિકાની ખાસ સાધારણ સભામાં બજેટ અંગે ચર્ચા વિચારણા કરાય તે સમયે હોબાળાની સંભાવનાઓ અગાઉ વ્યક્ત કરાઇ હતી. બંને પક્ષના નેતાઓ શહેરના વિકાસ કામોની ચિંતા ઓછી અને પોતાના રાજકીય રોટલા શેકવામાં વધુ રસ લેતા હોવાની ચર્ચાઓ પણ ઉઠી રહી છે. કોંગ્રેસ શાસિત મહેસાણા પાલિકામાં જુથવાદ પણ વકરતા આંતરિક ખેંચતાણ પણ જોવા મળી રહી છે.

Contribute Your Support by Sharing this News: