બેચરાજી મંદીરમાં વૈશાખ સુદ પુનમના દિવસે સવારથી જ માં બહુચરના દર્શન કરવા માટે હજારો ભકતોની લાંબી કતારો લાગી હતી. દૂર-દૂર થી લોકો માં બહુચરના દર્શનાર્થે ઉમટી પડયા હતા.યાત્રાધામ બેચરાજી ખાતે આમતો દર પુનમે માનવ મહેરામણ ઉમટી પડે છે. પરંતુ આજે વૈશાખ સુદ પુનમે ભકતોનો અનેરો ઉત્સાહ જોવા મળયો હતો.

બીજા સાથે સમાચાર શેર કરો.