મહેસાણા જિલ્લામાં ત્રણ જિલ્લાનો સંયુક્ત કલસ્ટર કક્ષાનો મેગા જોબફેર યોજાયો જોબફેરમાં ૫૮ કંપનીઓ જોડાઇ-મેગા જોબફેરમાં ૩૦૦૦ રોજગાર વાંચ્છુઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન

ગમ્યું તો આગળ શેર કરો.

મહેસાણા જિલ્લામાં ત્રણ જિલ્લાનો સંયુક્ત કલસ્ટર કક્ષાનો મેગા જોબફેર યોજાયો

જોબફેરમાં ૫૮ કંપનીઓ જોડાઇ-મેગા જોબફેરમાં ૩૦૦૦ રોજગાર વાંચ્છુઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન

મહેસાણા

મહેસાણા મર્ચન્ટ એજ્યુકેશન કેમ્પસ બાસણા ખાતે જિલ્લા રોજગાર વિનમિય કચેરી મહેસાણા,બનાસકાંઠા અને પાટણના સંયુક્ત ઉપક્રમે ક્લસ્ટર મેગાજોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેગાજોબ ફેર માટે સંવર્ગોની ૫૩૨૫ જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાનું આયોજન કરાયું હતું

ત્રણ જિલ્લાના આયોજીત મેગા જોબફેરમાં સેલ્સ એકઝીક્યુટીવ,ઓપેરેટર,એડવાઇઝર,હેલ્પર,કેમીસ્ટ,રિલેનશીપ મેનેજર સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી યોજાઇ હતી.મહેસાણા જિલ્લામાં રોજગાર કચરી દ્વારા ૨૦૧૬-૧૭માં ૯૩૬૭ ઉમેદવારોએ,,૨૦૧૭-૧૮માં ૮૭૫૧ ઉમેદવારોએ અને ૨૦૧૮-૧૯માં ૨૬ સપ્ટેમ્બર સુધીમાં ૪૨૭૭ ઉમેદવારોને રોજગારી પ્રાપ્ત થઇ છે.

મહેસાણા જિલ્લા ખાતે આયોજીત મેગા જોબફેરમાં ઉપસ્થિત જિલ્લા કલેકટરશ્રી એચ.કે.પટેલે જણાવ્યું હતું કે રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા સરહાનીય કામ થઇ રહ્યું છે.નોકરીદાતા અને રોજગાર વાંચ્છુઓને એક પ્લેટફોર્મ પર લાવી યોજાયેલ ભરતી મેળાઓને સફળતા મળી રહી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો