મહેસાણા જિલ્લામાં જિલ્લા ઇન્ચાર્જ કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુનના આયોજનની બેઠક યોજાઇ.”

શેર કરવા અહીં ક્લિક કરો.

“ભારે વરસાદ-પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિરતીના સામના માટે
જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ રહેવા જિલ્લા કલેકટરશ્રીની સુચના.”
મહેસાણા
આગામી ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ-પૂર અને વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય તો તેવા સમયે જાન-માલને થતાં નુકશાનને અટકાવી શકાય તે માટે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર એમ.વાય દક્ષિણીના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુનના આયોજનની બેઠક યોજાઇ હતી.
ઇન્ચાર્જ જિલ્લા કલેકટર એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં ચોમાસા દરમિયાન મુશ્કેલીઓ ના પડે તેની કાળજી રાખીએ તેમજ કોઇપણ ઘટનાને તાકીદે પહોંચી વળવા પુરતી તૈયારી સાથે સુદ્રઢ આયોજન કરીએ. તાત્કાલીક સંપર્ક માટેના જરૂરી તમામ ફોન નંબર અત્યારથી મેળવી લઇ હાથવગા રાખવા તેમણે તમામ અધિકારીઓને સુચના આપી હતી.

પૂર પહેલાં કયાં પગલાં લેવાં, પૂર સમયે કેવાં પગલાં લેવાં અને પૂર પછી કેવાં પગલાં લેવાં તથા તેનું સુદ્રઢ આયોજન કરવા જિલ્લા કલેકટરે વિસ્તૃતત માર્ગદર્શન અને જરૂરી સુચના આપી હતી.
ચોમાસાને અનુલક્ષી જયાં વધારે પાણી ભરાતુ હોય ત્યાં પાણીના નિકાલ અંગે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂર પડયે સલામત સ્થંળે ખસેડવા અને જરૂરી મદદ કરવા અંગે ગ્રામ્ય કક્ષા સુધી જરૂરી આયોજન કરવા તથા તેની અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપવા, ચોમાસાની સીઝનમાં સજાગ રહેવા તથા જિલ્લામાં કોઇપણ ઘટના બને ત્યારે તરત જ જિલ્લા કન્ટ્રોલ રૂમને જાણ કરવા અધિકારીઓને સુચના આપી હતી.
નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાએ જિલ્લા, તાલુકા અને નગરપાલિકાઓનો ડિઝાસ્ટર પ્લાન બનાવી તાકીદે મોકલી આપવા જણાવ્યું હતું. ઉપરાંત પૂર-રાહતનાં સાધનો ચકાસી લેવા, આશ્રય સ્થાનોના સંપર્ક નંબર મેળવી લેવા તેમજ કર્મચારીઓને પોતાના કાર્યક્ષેત્રનાં ગામોની મુલાકાત લઇ સર્વે કરવા જણાવ્યું હતું. રાહત અને બચાવ માટે તરવૈયા અંગે આગોતરૂ આયોજન કરવા જણાવ્યું હતું.

બેઠકમાં નાનામાં નાની બાબતો આવરી લઇ પ્લાન બનાવવા જણાવ્યું હતું. વીજ પુરવઠો જાળવવા, આરોગ્ય કેન્દ્ર તથા હોસ્પિટલોમાં પુરતી દવાઓનો જથ્થો પહેલેથી મેળવી લેવા જણાવ્યું હતું.ભારે વરસાદ-પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિતીના સામના માટે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનની માહિતી રજુ કરાઇ હતી

મહેસાણા જિલ્લા કક્ષાએ કન્ટ્રોકલ રૂમ શરૂ કરવામાં આવશે અને ટેલીફોનીક ફરિયાદ કે રજુઆતની નોંધ કરી તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવનાર છે. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય માંડલિક,જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્યો સર્વશ્રી ઋષિકેશભાઇ પટેલ,ભરતજી ઠાકોર,આશાબહેન પટેલ,વનવિભાગના અધિકારી સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.