મહેસાણા એમએમવી કન્યા વિદ્યાલયની છાત્રા કશીશ મધુસુદન સોલંકી ક્રોનીક આઇટીપી બીમારી વચ્ચેધોરણ-10ની પરીક્ષામાં 53 ટકા મેળવ્યા શાળાનાં આચાર્યા ઊષાબેન ચૌધરીએ તેમની ખુરશી પર બેસાડી સન્માન આપ્યું

ગમ્યું તો આગળ શેર કરો.

મહેસાણા

ક્રોનીક આઇટીપીની બીમારી વચ્ચે 53 ટકા મેળવ્યા, પ્રિન્સપાલે પોતાની ખુરશીમાં બેસાડીને સન્માન આપ્યું

chronic illness girl student get 53% in 10th std , Principal honored her
  • બીમારીના કારણે કશીશના શરીરમાં નવું લોહી બનતું નથી

મહેસાણાઃ મહેસાણાની એમએમવી કન્યા વિદ્યાલયની છાત્રા કશીશ મધુસુદન સોલંકી ક્રોનીક આઇટીપી બીમારી વચ્ચે ધોરણ-10ની પરીક્ષામાં 53 ટકા મેળવ્યા છે. આ બીમારીના કારણે કશીશના શરીરમાં નવું લોહી બનતું નથી. જેને લઇ તેને દર 10 દિવસે નવું લોહી ચડાવવા અમદાવાદ જવું પડે છે. પરીક્ષા દરમિયાન પણ તેની આ સ્થિતિ રહી હતી. ગંભીર બીમારી સામે દઢ મનોબળ સાથે લડી રહેલી કશીશ હવે સાયન્સ ફિલ્ડમાં જવા ઇચ્છે છે. તેના આ હોંસલાને બિરદાવતાં શાળાનાં આચાર્યા ઊષાબેન ચૌધરીએ તેમની ખુરશી પર બેસાડી સન્માન આપ્યું હતું.

COMMENT
ગમ્યું તો આગળ શેર કરો.