મહેસાણામાં વેપારીઓ દ્વારા કરાતા લૂંટના પ્રહાર પર તોલમાપ વિભાગ ગ્રાહકોની ઢાલ બન્યું

ગમ્યું તો આગળ શેર કરો.

વસુદેવ કુટુમ્બકમની ભાવના સાથે જાડાયેલી ભારતની પરંપરા આજે આધુનિક અને ગતિશીલ બનેલા આ યુગમાં ભુલાઈ ગઈ છે. ત્યારે હાલમાં દેશ અને દુનિયા જે કોરોના વાયરસની મહામારી સામે ઝઝુમી રહી છે. ત્યાં લોકડાઉન વચ્ચે કેટલાક ધરતી પરના યમદૂત લોકોને આર્થિક મોત આપી રહ્યાં છે. વાત છે મહેસાણા જિલ્લામાં લોકડાઉન વચ્ચે સર્જાયેલી મહામારીની કે, જ્યાં મહામારી સમયે એકબીજા પ્રત્યે માનવતા દાખવવી ખૂબ આવશ્યક છે. ત્યાં તકનો લાભ લેતા કેટલાક લાલચુ વેપારીઓ દ્વારા કાળા બજાર કરી પોતે જે ગ્રાહકોને ભગવાન માને છે, તેવા ભગવાનને જ લૂંટી રહ્યા હતા. લોકડાઉનની શરૂઆતમાં માસ્ક અને સેનેટાઇઝર તો જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે દૂધ, દહીં, છાસ, કે અનાજ, કઠોળના વેપારીઓ દ્વારા જેમ થિયેટરની ટિકિટનું કાળા બજાર કરવામાં આવતું હોય તેમ એકના ડબલ અને ત્રણ ગણા ભાવ વસુલાતા હતા. તો વળી લોકડાઉનમાં મળેલી છૂટછાટ બાદ પાન મસાલાના હોલસેલર અને રિટેલર વેપારીઓએ પણ પોતાના ગ્રાહકો પાસેથી ભરપૂર લૂંટ ચલાવી હતી. મહેસાણા તોલ-માપ અધિકરી એન.એમ. રાઠોડ જેવા અનુભવી અધિકારી દ્વારા પોતાની ટીમ દ્વારા ગ્રાહકોના હિતને ધ્યાને રાખી સમગ્ર જિલ્લામાં કાળા બજાર કરતા વેપારીઓને શોધી કાઢવા ખુદ ગ્રાહકના સ્વાંગમાં જે તે ચીજ વસ્તુઓ ખરીદી શરૂ કરી તો છેલ્લા બે થી ત્રણ મહિનાના સમય ગાળામાં ૧૫૫ જેટલા વેપારીઓ કાળા બજાર કરતા રંગે હાથ ઝડપાઇ ગયા. જે બાદ આવા તમામ વેપારીઓ સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરતા તોલ-માપ વિભાગ દ્વારા ૫.૩૦ લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. મહત્વનું છે મહેસાણા જિલ્લા તોલ-માપ વિભાગની કામગીરીના માત્ર મહેસાણા જિલ્લામાં પરંતુ પાટણ અને જામનગર મળી કુલ ૩ જિલ્લામાં કાળા બજારીયા વેપારીઓ સામે કાર્યવાહી કરી લોકડાઉનમાં ગ્રાહકોને લૂંટતા વેપારીઓમાં ફફડાટ જગાવ્યો છે. તો આ કામગીરી માટે ઓપરેશન કાળા બજારમાં તોલ માપ વિભાગની ટીમ રાત દિવસ અવનવી યુÂક્ત વાપરી ખુદ અધિકારી અને કર્મચારીઓ પોતાનો પહેરવેશ બદલી સામાન્ય ગ્રાહકની જેમ ભૂમિકા અદા કરી પાર પાડવામાં સફળ રહ્યાં છે, જે તોલ-માપ વિભાગની એક આગવી કામગીરી રહી છે.

ગમ્યું તો આગળ શેર કરો.