મહેસાણાઃ કાર-રીક્ષા અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા: જીલ્લાના ઉદલપુર ગામ પાસે કાર અને રીક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જે મોત થયા હતા. જ્યારે એકની હાલત ગંભીર છે, જેને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માતના કારણે ઉદલપુર હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ટ્રાફિક હળવો કરવાનું શરૂ કર્યું હતું

માહિતી અનુસાર, અકસ્માતમાં ભોગ બનનારા લોકો બહુચરાજી તાલુકાના દેલવાડા ગામના રાવળ સમાજના હોવાનું અનુમાન છે

Mehsana four died on the spot in car and auto accident

શેર કરવા અહીં ક્લિક કરો.