મહેસાણાઃ એકી સાથે જથ્થાબંધ વેપારીઓની ૮ પેઢીઓમાં તાળા તોડી ઇસમો ફરાર  

ગમ્યું તો આગળ શેર કરો.

મહેસાણા પંથકમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે પોલીસની ઠંડી ઉડાડતા તસ્કરોએ શહેરમાં આવેલા જૂના માલગોડાઉન વિસ્તારોમાં લોખંડ અને તેલની ૮ દુકાનોને નિશાન બનાવી હતી. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે ગજાનંદ એન્ટરપ્રાઈઝ, એ.ચંદુલાલ એન્ડ કંપની, સંતોષ સ્ટીલ કોર્પોરેશન, જે.ડી.સીલ કોર્પોરેશન, બી. ચીમનલાલ એન્ડ બ્રધર્સ, હરીકૃષ્ણ ટ્રેડીંગ કંપની, વિજય સ્ટીલ સપ્લાયર અને વિનસ સ્ટીલ કોર્પોરેશન નામની પેઢીઓના શટરના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. પરોઢીયાના છ વાગ્યાના સુમારે અજાણ્યા શખસોએ ચોરી કરવાના ઈરાદે એકી સાથે ૮ દુકાનોમાં ચોરી કરવા પ્રવેશ્યા હોવાનું હરીકૃષ્ણ ટ્રેડીંગમાં મુકાયેલ સીસીટીવી કેમેરામાં દેખાઈ રહેલા ધૂંધળા દ્રશ્યમાંથી ખૂલવા પામ્યું છે.
આઠેય દુકાનોમાંથી કશું જ ચોરાયું ન હોવાનું જાણવા મળે છે. તસ્કરોએ સામુહિક ચોરીના કરેલા પ્રયાસને પગલે આસપાસના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ આ ઘટના અંગે મહેસાણા બીડીવીઝન પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગમ્યું તો આગળ શેર કરો.