મહિલાઓને ગાડી ખરાબ થવા પર આ સુવિધાઓ મળશે

ગમ્યું તો આગળ શેર કરો.
મહિલા ડ્રાઇવરો માટે ટાટા મોટર્સ અને ટીવીએસ તરફથી સારા સમાચાર. ટાટા મોટર્સ અને ટીવીએસ ગ્રૂપ આગામી મહિનાથી એક સેવા શરૂ કરશે, જેમાં મહિલા ડ્રાઇવરોને રાતના સમયે બ્રેકડાઉનની સ્થિતિમાં મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જણાવી દઈએ કે સોમવારે ટાટા મોટર્સે આ વિશે જાણકારી આપી છે. બંને કંપનીઓ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, આ મહિલા સહાય કાર્યક્રમની શરૂઆત 1 જૂનથી થશે. તમને જણાવી દઈએ કે આ હેઠળ ટાટા મોટર્સના પેસેન્જર વાહનોની મહિલા ડ્રાઇવરોને સાંજના 8 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કટોકટીની સ્થિતિમાં મદદ પૂરી પાડવામાં આવશે.
આ પરિસ્થિતિઓમાં મળશે સહાય
માહિતી અનુસાર ટાટા મોટર્સના નિવેદનમાં જણાવાયું છે કે અકસ્માતની સ્થિતિ, બેટરી સમાપ્ત થાય, ટાયર પંચર, પેટ્રોલ સમાપ્ત થઈ જાય, અથવા મિકેનિકલ ખામીના કારણે ગાડી બંધ થઈ જવાની સ્થિતિમાં મદદ આપવામાં આવશે. ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ બિઝનેસ યુનિટના પ્રમુખ મયંક પારીકએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઉદ્યોગનું આ અભિયાન બતાવે છે કે ટાટા મોટર્સ મહિલા ડ્રાઇવરોની વધતી જતી સંખ્યા અને વેચાણ પછી શ્રેષ્ઠ સુવિધા પહોંચાડવા માટેની પ્રતિબદ્ધતા જાણવા મળે છે. ટીવીએસએ આ સેવા માટે ટીવીએસ ઓટો એસિસ્ટની શરૂઆત કરી છે.
દેશભરમાં લગભગ 20 લાખથી વધુ મહિલા ડ્રાઇવરો
ટીવીએસ ઓટો એસિસ્ટના સીઇઓ મહેશકુમારનું કહેવું છે કે દેશમાં ઘણા મોટા શહેરોમાં 20 લાખથી વધુ મહિલા ડ્રાઇવરો છે. અમારું માનવુંએ છે કે મહિલા ડ્રાઇવરો મોડી રાત સુધી ક્યાંક બહાર હોય છે ત્યારે તેમના વાહન માટે મદદની કોઈ વ્યવસ્થા હોવી જોઈએ.
ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો