ગુજરાતમાં કોરોના વાયરસને લઈને હાહાકાર છે ત્યારે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવેલા તબલીગી જમાતના લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા હોવાનું પોલીસ વડા શિવાનંદ ઝાએ ડિજિટલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ.

વિદેથી આવતા લોકોને ક્વોરન્ટાઈન કરવા જરૂરી
તબલીગી જમાતના મંજૂરી સાથે આવેલા લોકો કોરોના પોઝિટિવ
પોલીસ પર હૂમલો કરનારને નહીં છોડાય
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેની માહિતી આપી હતી.
DGP શિવાનંદ ઝાએ જણાવ્યું હતુ કે, તબલીગી જમાતના લોકો મંજૂરી સાથે પરત આવ્યા છે. ત્યારે તેમને ક્વોરન્ટાઈન કરાયા હતા જેમાંથી ઘણા લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આંધ્રપ્રદેશથી આવેલા 9મી મે 2020 ના રોજ 23 લોકો જૂનાગઢ જિલ્લામાં આવ્યા હતા જેમને ક્વોરન્ટાઈન કરાયા હતા તેમાંથી 1 પોઝિટિવ છે. 8 મે 2020ના રોજ મહારાષ્ટ્રમાંથી 20 લોકો પરત આવ્યા હતા જેમાંથી ભાવનગરમાં 10 વ્યક્તિ કોરોના પોઝિટિવ છે. 7મી મે 2020નારોજ આંધ્રપ્રદેશથી તબલીગી જમાતના લોકો વડોદરા આવ્યા હતા જેમાંથી 1 કોરોના પોઝિટિવ આવ્યો હતો. વિદેશથી આવતા લોકોને પણ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવે છે. બહારગામથી આવેલા તમામને ક્વોરોન્ટાઈન કરવા જરૂરી છે.

કેમેરાથી રખાઈ રહી છે નજર

રેડઝોનમાંથી સંક્રમણ બીજા ઝોનમાં ન ફેલાય તે માટે સુરક્ષા સજ્જડ છે. પરંતુ આવા વિસ્તારમાં લોકોની અવરજવર પર બાજ નજર રખાઈ રહી છે. કન્ટેનમેન્ટ વિસ્તાર પર હાઈડ્રોજન ગેસના બલૂન અને તેમાં સ્થિર કેમેરા ફીટ કરીને સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખવામાં આવે છે. IP બેઝડ છે એટલે કંટ્રોલરૂમ સાથે સાથે અધિકારીઓના મોબાઈલમાં પણ દેખાય છે.

Contribute Your Support by Sharing this News: