મતગણતરી સ્થળ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય નહિ તે માટે ડાયવર્ઝન અપાયું

ગમ્યું તો આગળ શેર કરો.

૨૧ મે ૨૦૧૯ સમાચાર સંખ્યા ૨૮૧

મતગણતરી સ્થળ પર ટ્રાફિકની સમસ્યા સર્જાય નહિ તે માટે ડાયવર્ઝન અપાયું
મહેસાણા
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ અને ઉંઝા વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી મરચન્ટ એન્જીયરીંગ કોલેજ બાસણા ખાતે થનાર છે. જેમાં મતગણતરી કેન્દ્ર પર ટ્રાફિક સર્જાય નહિ તે માટે ૨૩ મે ૨૦૧૯ના રોજ સવારે ૦૫-૦૦ કલાકથી મતગણતરી પુર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનોને ડાયવર્ઝન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાએ આપેલ છે.જેમાં મહેસાણાથી વિસનગર તરફ આવતા મોટા ભારે વાહનોને માનવ આશ્રમ ચોકડીથી રામપુરા ચોકડી-ઉદલપુર-મગરોડા-કમાણાથી વિસનગર તરફ જવું તેમજ વિસનગરથી મહેસાણા આવતા મોટા ભારે વાહનોને વિસનગરથી કમાણા-મગરોડા-ઉદલપુર-રામપુરા ચોકડીથી માનવ આશ્રમ ચોકડી મહેસાણા તરફ જવાનો આદેશ કરેલ છે.આ હુકમનું પાલન ૨૩ મે ૨૦૧૯ના રોજ સવારે ૦૫-૦૦૦ કલાકથી મતગણતરી પુર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાની અખબારી યાદીમાં જણાવાયું છે.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો