ભાવનગરથી ભરૂચ વચ્ચે 29 કિમીનો પૂલ અને ડેમ બનશે પણ કામ માત્ર કાગળ પર

શેર કરવા અહીં ક્લિક કરો.

ખંભાતના અખાતમાં 29 કિલોમીટર લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં દશ હજાર મીલીયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જે રાજયમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના ૨૫% જથ્થાનો સંગ્રહ થશે. ભાવનગરથી ભરૂચના વચ્ચે 29 કિલોમીટરનો પૂલ અને ડેમ બાંધવાથી ગોહિલવાડને અનેક લાભ મળશે. ગુજરાતમાં નર્મદા યોજના બાદ અતિ મહત્વાકાંક્ષી ગણાતા કલ્પસર પ્રોજેક્ટને સાકાર થવામાં હજુ તો દશકા લાગી જવાના છે. કારણ કે હજુ તો 1960ના દશકામાં શરૂ થયેલી નર્મદા યોજના પણ ક્યાં પૂર્ણ થઇ છે.    

ભાવનગરથી ભરૂચ વચ્ચે 29 કિમીનો પૂલ અને ડેમ બનશે પણ કામ માત્ર કાગળ પર

નીતિન ગોહેલ/ભાવનગર: ખંભાતના અખાતમાં 29 કિલોમીટર લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં દશ હજાર મીલીયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જે રાજયમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના ૨૫% જથ્થાનો સંગ્રહ થશે. ભાવનગરથી ભરૂચના વચ્ચે 29 કિલોમીટરનો પૂલ અને ડેમ બાંધવાથી ગોહિલવાડને અનેક લાભ મળશે. ગુજરાતમાં નર્મદા યોજના બાદ અતિ મહત્વાકાંક્ષી ગણાતા કલ્પસર પ્રોજેક્ટને સાકાર થવામાં હજુ તો દશકા લાગી જવાના છે. કારણ કે હજુ તો 1960ના દશકામાં શરૂ થયેલી નર્મદા યોજના પણ ક્યાં પૂર્ણ થઇ છે.

આ સંજોગોમાં ભાવનગર અને ભરૂચ વચ્ચે આજથી ત્રણેક દશકા પહેલા રજૂ કરાયેલી ખાડીના પૂલ અને ડેમની યોજના સરકાર અને ખાસ તો હજારો લોકો માટે વધુ અસરકારક અને નિશ્ચિત સમય ગાળામાં અને કલ્પસરથી તદ્દન ઓછા ખર્ચે પૂર્ણ થઇ શકે તેમ છે. આથી સરકાર માટે કલ્પસરની અપેક્ષાએ સારો વિકલ્પ આજે પણ છે. આ સમગ્ર પ્રોજેક્ટ 1200 કરોડમાં પૂર્ણ કરી શકાય તેમ હતો. જો કે આજની તારીખે તેમાં થોડો ખર્ચ વધે પણ કલ્પસરના આસમાની 50 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટની તુલનામાં તો સારો વિકલ્પ ગણી શકાય તેમ છે.

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપનો માસ્ટરપ્લાન, નેતાઓ વોટ માટે કરશે કોલ

કલ્પસરના કુલ ખર્ચના 2.4 ટકા ખર્ચે જ ખાડીનો પૂલ સાકાર થાય તેમ છે. આ ખાડીના પૂલ અને ડેમનો પ્રોજેક્ટ આજથી 34 વર્ષ પહેલા ગુજરાતના પૂર્વ મંત્રી પ્રતાપભાઇ શાહે સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. જે મુજબ ભાવનગરના ભાલ પંથકના ગઢુલાથી લઇ ભરૂચના દેવલા સુધી 16 કિલોમીટર પૂલ બાંધવો અને તેની નીચે બાંધકામ કરી ડેમ બનાવી તેમાં મીઠા પાણીનો સંચય પણ કરી શકાય તેમ છે. આ ઉપરાંત આ પૂલની સમાંતર પાણીની અને ગેસની લાઇન નાંખી શકાય તેમ વીજ લાઇન પણ બાંધી શકાય તેમ છે

ગુજરાતના ગ્રોથનું એન્જિન બનશે ધોલેરા, ચીનની કંપની નાખી રહી છે આ પ્લાન્ટ

આ પૂલના કારણે ભાવનગરથી દક્ષિણ ગુજરાત વચ્ચેના અંતરમાં 100થી 150 કિલોમીટરનો ઘટાડો થાય તેમ છે. કલ્પસરની વાતો તો વર્ષોથી કરવામાં આવે છે. આજથી સવા દશક પહેલા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તેમ જણાવી કામગીરી શરૂ કરાવી છે. પણ 2019 આવી છતાં તેમાં કોઇ નોંધપાત્ર ડેવલપમેન્ટ થયું નથી.

Vibrant Summit 2019: કુલ 29 હજારથી વધારે MoU થયા, MSME સેક્ટરમાં મોટા પ્રમાણમાં રોકાણની આશા

આ પ્રોજેક્ટમાં હજુ સર્વેની કામગીરી ચાલે છે. ત્રણ તબક્કામાં વહેંચાયેલા આ વિશાળ પ્રોજેક્ટમાં હવ MOU એમઓયુ કરી. આગળ ધપવા સરકારે કામગીરી શરુ કરી છે. પણ આ કામગીરી માત્ર કાગળ પર અત્યંત મંદ ગતિએ આગળ વધી રહી છે. આમ, આ પ્રોજેક્ટની તુલનામાં ખાડીના પૂલનો પ્રોજેક્ટ તમામ ક્ષેત્રોમાં સરકાર તેમજ લોકોને લાભદાયી પૂરવાર થાય તેમ છે

શેર કરવા અહીં ક્લિક કરો.