વિસનગર તાલુકાના ભાલક ગામના દેવીપૂજક ધનાભાઇ મગનભાઇ મજુરીકામ કરીને ઘરે બેઠા હતા, તે દરમિયાન તેમનો ભત્રીજો પ્રહલાદભાઇ હરિભાઇએ આવીને અપશબ્દો બોલતો હોવાથી ધનાભાઇએ તેને ના પાડતાં તેણે રમેશભાઇ સાથે વ્યવહાર કેમ રાખો છો તેમ કહેતાં ધનાભાઇએ તે પણ મારો ભત્રીજો છે તેમ કહેતાં પ્રહલાદભાઇએ ઇંટ વડે હુમલો કરી ધનાભાઇને કપાળના ભાગે ઇજા પહોંચાડી હતી. ઘાયલ ધનાભાઇએ વિસનગર સિવિલમાં સારવાર લઇ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.