ભારતીય બનાવટના વિદેશી દારૂની ૮૦૬ બોટલ તથા બીયર ટીન ૨૧૫ નંગ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા*

શેર કરવા અહીં ક્લિક કરો.
  *મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી નિલેષ જાજડીયા સાહેબ* નાઓએ 31મી ડીસેમ્બરની ઉજવણી નિમિત્તે પ્રોહીબીશનની કામગીરી સારૂ કરેલ સૂચના આધારે *એલ.સી.બી. મહેસાણા પોલીસ ઇન્સ. તથા એ.એસ.આઇ. હીરાજી સોનાજી તથા એ.એસ.આઇ. રત્નાભાઇ લાલાભાઇ તથા અ.હે.કો. રાજેન્દ્રસિંહ બટુસિંહ તથા અ.હે.કો. મહેન્દ્રભાઇ માનસંગભાઇ તથા અ.હે.કો. નિલેશકુમાર ગીરીશભાઇ* વિગેરેનાઓએ ઉંઝા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કો. રાજેન્દ્રસિંહ ને મળેલ બાતમી આધારે વાસુસિંહ રામસિંહ વાઘેલા રહે.રામનગર તા.દાંતીવાડા તથા નરેન્દ્રસિંહ ઉર્ફે ભાણો બળવંતસિંહ વાઘેલા રહે.હાલ સતલાસણા તા.સતલાસણા જી.મહેસાણા મુળ રહે.રામનગર, તા.દાંતીવાડા જી.બનાસકાંઠા વાળાઓ *સ્વીફટ નં.જી.જે.૦ર-સી.જી.૯૦૭* સફેદ કલરની કારમાં રાજસ્થાનથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઉંઝા તરફ આવનાર હોવાની હકીકત આધારે ભૂણાવ ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હકીકત વાળી સ્વીફ્ટ ગાડી આવતા ગાડીમાં બેસેલ બે ઇસમોને પોલીસ હોવાની જાણ થઇ જતા સ્વીફ્ટ ગાડીના ડ્રાઇવરે ગાડી કામલી ગામ તરફ જવાના રસ્તે ભગાડી મૂકેલ અને ત્રણેક કિલોમીટર દૂર વળાંકમાં રોડની સાઇડના ખાડામાં પલ્ટી ખાધેલી અવસ્થામાં પડેલ જેથી સદરી જગ્યાએ જઇ જોતાં કારમાં કોઇ ઇસમો હાજર મળી આવેલ નહી અને સ્વીફ્ટ કાર નં.જી.જે.૦ર સીજી ૦૯૦૭માં ગે.કા.નો *ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ માર્કાની નાની મોટી બોટલો નંગ–૮૦૬ કિ.રૂ.૧,૦૭,૨૪૦/- તથા બીયર ટીન નંગ ૨૧૫ કિ.રૂ.૨૧,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૮,૭૪૦/- નો દારૂ મળી આવતા સ્વીફ્ટ કાર સાથે મળી કુલ કિ.રૂ.૫,૨૮,૭૪૦/- ના મુદ્દામાલ* સાથે *વાસુસિંહ રામસિંહ વાઘેલા રહે.રામનગર તા.દાંતીવાડા તથા નરેન્દ્રસિંહ ઉર્ફે ભાણો બળવંતસિંહ વાઘેલા રહે.હાલ સતલાસણા તા.સતલાસણા જી.મહેસાણા મુળ રહે.રામનગર,તા.દાંતીવાડા જી.બનાસકાંઠા સહિત કુલ ૦૫ ઇસમો* વિરૂધ્ધમાં ધી પ્રોહી એકટ કલમ ૬૫એ.ઈ, ૧૧૬બી, ૯૮(ર), ૮૧ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે.
  આમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા ભારતીય બનાવટના વિદેશી દારૂનો કેસ શોધી કાઢવામાં વધુ એક સફળતા મળેલ છે.
શેર કરવા અહીં ક્લિક કરો.