ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર મહેસાણા ની મુલાકાતે

શેર કરવા અહીં ક્લિક કરો.
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુર મહેસાણા ની મુલાકાતે
પ્રદેશ સંગઠન મહામંત્રી  ભીખુભાઇ દલસાણીયા, જીતુ વાઘાણી, કે.સી. પટેલ પણ મહેસાણામાં
મહેસાણા લોકસભાના મુખ્ય કાર્યકર્તાઓ  સાથે એક અગત્યની બેઠક
મહેસાણા કમલમ ભાજપા કાર્યાલય ખાતે યોજાઇ  બેઠક
ઊંઝા ના પૂર્વ એમ એલ એ આશાબેન પટેલ પણ બેઠક માં સામેલ
મહેસાણા લોકસભા ની ભાજપ ની ટિકિટ રજની પટેલ ને મળી શકે છે
પૂર્વ ગૃહ મંત્રી રજની પટેલ બની શકે છે મહેસાણા લોકસભા ભાજપ ના ઉમેદવાર..સૂત્ર
ભાજપ દ્વારા તૈયાર કરાયેલી યાદીમાં રજની પટેલ ટોપ 3 માં સામેલ.સૂત્ર
ભાજપ ના રાષ્ટીય ઉપાધ્યક્ષ ઓમ માથુર નું નિવેદન
મહેસાણા લોકસભા ઉમેદવાર બાબતે કહ્યું થોડી રાહ જુવોમંગળવારે કોંગ્રેસની અમદાવાદ ખાતે જંગી સભા મળે તે અગાઉ મહેસાણામાં સોમવારે ભાજપની કૂટનીતિક બેઠક મળી છે. કેન્દ્રીય નેતાઓ ઓમ માથુર, પ્રદેશ પ્રમુખ વાઘાણી સહિત ધારાસભ્યો અને સાંસદ સાથે ભાજપી આગેવાનો દોડી આવ્યા હતા. જિલ્લા કાર્યાલયમાં પત્રકારોને સંબોધિત કરી ફરી એકવાર 26 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.
હાર્દિક કોંગ્રેસ માં જોડાવવા મામલે કહ્યું ભાજપ ને કોઈ ફરક નથી પડતો
ગુજરાતમાં આ વખતે 26 સીટ જીતવાના છીએ..
હાલ માત્ર લીડ વધારવાનો પ્રયાસ છે.ઓમ માથુર
શેર કરવા અહીં ક્લિક કરો.