પાટીદાર અને ઠાકોર સમાજના ગઢ સમાન મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર પસંદ કરવા ભાજપ અને કોંગ્રેસમાં મથામણ તેજ બની છે. આંદોલનની અસર ખાળવા ભાજપે રણનીતિ બનાવી છે. જે મુજબ આશા પટેલ, નાયબ મુખ્યમંત્રી તેમજ રજની પટેલ પૈકીને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

મહેસાણા લોકસભા બેઠક ભાજપની આબરૂ સમાન હોવાથી દમદાર ઉમેદવાર પસંદ કરવા દોડધામ મચી છે. કોંગ્રેસ અને ભાજપ એકબીજાના ઉમેદવાર જાણવા તલપાપડ બન્યા છે. આ તમામ ગતિવિધિ વચ્ચે ભાજપના પ્રબળ દાવેદાર આશા પટેલ અને રજની પટેલ હોવાનું ચિત્ર પેનલ ઉપરથી સામે આવી રહ્યું છે.

જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ હાલના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉમેદવાર બનાવવા ઉપર વિચાર કરી રહી છે. નીતિન પટેલ પાટીદાર આંદોલન ખાળી શકવા સક્ષમ હોવાથી બેઠક જીતવાનો અંદાજ છે. જોકે નીતિન પટેલ રાજ્યમાંથી કેન્દ્રમાં જવા તૈયાર ન હોવાથી મામલો ગુંચવાઈ શકે છે. પાર્ટીના કેટલાક આગેવાનો માની રહ્યા છે કે નીતિન પટેલને કેન્દ્રમાં ખેંચી પાટીદારોના મતોમાં વિભાજન થવા સાથે કદ નાનું કરવાની રણનીતિ પણ હોઈ શકે છે